શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ - ગર્લફ્રેંડ કે પાર્ટનર સાથે ડેટિંગ દરમિયાન ધ્યાન રાખો

P.R
કોઇ સ્ત્રી સાથે ડેટિંગ કરી રહ્યા છો? તો આ ટિપ્સ તમને મદદરૂપ બનશે. સંબંધોમાં માવજત બહુ જરૂરી હોય છે. ખાસકરીને વાત જ્યારે લાઈફ પાર્ટનરની કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની હોય ત્યારે તો બહુ સાવચેતીની જરૂર હોય છે. ક્યારે કઇ વાત કહેવી, કઇ ન કહેવી, શું કરવું, શું ન કરવું વગેરે બાબતોનું બહુ ધ્યાન રાખવું પડે છે. ત્યારે તમે પણ જો કોઇ સ્ત્રી સાથે ડેટિંગ કરી રહ્યો છો તો તમને નીચેની દસ ટીપ્સ મદદરૂપ બનશે...

પુરુષે સ્ત્રીને ક્યારેય એવું ન પૂછવું કે શું હું તને ડેટ પર લઇ જઇ શકુ!, કારણ કે સ્ત્રી એવા પુરુષની ઝંખના કરતી હોય છે જે તેનો લીડર બની શકે અને જે કન્ટ્રોલમાં હોય, એવો નહીં જેને આવા કોઇ કામ માટે તેની પરવાનગી લેવી પડે.

બીજું એ કે પુરુષે સ્ત્રીને ક્યારેક 'હું તને કિસ કરી શકુ?' ન પૂછવું જોઇએ, કારણ કે સ્ત્રી પણ એવું જ માનતી હોય છે કે પુરુષે ક્યારેય આ માટે ન પૂછવું જોઇએ. સ્ત્રીને કિસ માટેનું પૂછીને તમે પોતાની જાતને છોકરા જેવી પ્રેઝન્ટ કરશો, જેમાં સ્ત્રીને રસ નથી હોતો. અને જો તે આમ કરવાનું 'હા' પાડી પણ દેશે તો તે માત્ર તેની નમ્રતા હશે, બાકી અંદરથી તો તેનો જવાબ 'ના' જ હશે.

ત્રીજું, પુરુષે ક્યારેય પોતાની પાસે કેવી કાર છે અને કેવું આલિશાન ઘર છે તે વાતની બડાઇઓ ન હાંકવી જોઇએ, કારણ કે તેનું આવું વર્તન સીધો એ વાત તરફ ઇશારો કરશે કે તે સ્ત્રીને ઇમ્પ્રેસ કરવા માટે આવું કરી રહ્યો છે જે બિલકુલ યોગ્ય નહીં લાગે. સ્ત્રીઓ પુરુષની અંદર રહેલી ક્વોલિટીથી ઇમ્પ્રેસ થાય છે નહીં કે તેની સંપત્તિથી.

ચોથું, પુરુષે સ્ત્રીને ક્યારેય એવું ન પૂછવું જોઇએ કે આજે રાતે તેનો શું પ્લાન છે? કારણ કે સ્ત્રીઓને એવા પુરુષો પસંદ હોય છે જેઓ પ્લાન તૈયાર કરીને જ તેમની પાસે પહોંચી જતા હોય. જેથી સ્ત્રીઓએ પોતે પ્લાન વિષે વિચારવાની તસ્દી ન લેવી પડે.

પાંચમું, પુરુષે સ્ત્રીને ક્યારેય એવું ન પૂછવું, 'તું મને પસંદ કરે છે કે નહીં', કારણ કે આ એક વાક્ય સાંભળીને સ્ત્રી તેના તરફથી કાયમી મોઢું ફેરવી શકે છે. પુરુષે માત્ર ધારણા જ કરવી કે સ્ત્રી તેને પસંદ કરે છે નહીં તો સ્ત્રીને એવું લાગશે કે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે.

છઠ્ઠું, પુરુષે ક્યારેય એવું ન પૂછવું કે શા માટે તે તેના મેસેજના જવાબ નથી આપતી, આમ કરવાથી તેને લાગશે તે રીપ્લાય નથી કરતી તેનાથી પુરુષને કોઇ રીતનો ફરક પડે છે અને એવો મેસેજ પણ જશે કે પુરુષ તેની સાથેની રીલેશનશિપને લઇને ઇન્સિક્યોર છે.

સાતમી ટીપ, આ બહુ મહત્વનો પ્રશ્ન છે... પુરુષે ક્યારેય સ્ત્રીને ન પૂછવું કે તે કેટલા પુરુષો સાથે ઊંઘી છે, આ બાબતમાં પણ સ્ત્રી અનુભવશે કે પુરુષ તેની સાથેના રિલેશનમાં ઇન્સિક્યોર છે કે તેના પર તેને વિશ્વાસ નથી.

હમણાં જ જે સ્ત્રીને મળ્યા હોવ તેને પુરુષે ભવિષ્યની ડેટ વિષે કોઇ હિન્ટ ન આપવી જોઇએ, આ થોડી ઉતાવળ ગણાશે, આ છે આઠમી ટીપ.

નવમી ટીપ, સ્ત્રી સાથે ફોન પર વાત ચાલતી હોય ત્યારે વાત અધુરી રાખીને જ ફોન કાપી ન નાંખવો. આમ કરવાથી આગળની વાત શું હશે તેની ધારણામાં ને ધારણામાં સ્પોન્ટેનિટી મરી જશે. જે સ્ત્રીને નહીં ગમે.

દસમી સૌથી મહત્વની ટીપ એ છે કે પુરુષે ક્યારેય સ્ત્રીના મેલ ફ્રેન્ડ્સ વિષે ખરાબ વાત ન કરવી ખાસ કરીને ત્યારે જ્યારે તમે તેના આ મિત્રોને જાણતા જ ન હોવ, આમ કરવાથી તમારી ઇન્સિક્યોરિટી ઊડી ઊડીને આંખ વળગશે.