સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (11:50 IST)

સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો પેટ્રોલ ડીઝલના ભાવ

petrol
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ભારતીય પેટ્રોલિયમ કંપનીઓએ આજે ​​(11 એપ્રિલ, 2022) સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે. ગુરુવારથી રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આ પહેલા 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલ 80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું.આજે પણ દેશભરમાં એકસરખા ભાવ લાગુ થશે, દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દર બદલાય છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજે આ દરે પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.
 
ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના નવીનતમ અપડેટ મુજબ 11 એપ્રિલ, 2022 ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
 
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
સુરતમાં આજે પેટ્રોલ 105.09 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલનો ભાવ 99.46 રૂપિયા પ્રતિ લિટર છે. તેમજ અમરેલીમાં પેટ્રોલ રૂ.106.44 અને ડીઝલ રૂ.100.81 પ્રતિ લીટર મળી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અહીં પેટ્રોલ 105.43 રૂપિયા અને ડીઝલ 99.78 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. રાજકોટમાં આજે પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 99.35 રૂપિયા પ્રતિ લીટર છે.
 
આ આધારે નક્કી કરવામાં આવે છે  ભાવ 
આજથી આ પહેલા બુધવારે 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે 6 વાગ્યે નવી કિંમત લાગુ કરે છે.
 
એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી, પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે ફોરેક્સના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનું કારણ રશિયા-યુક્રેન જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો કહે છે કે આ પહેલા ભાવ કેમ વધી રહ્યા હતા?
 
પેટ્રોલ-ડીઝલ અત્યાર સુધીમાં 10 રૂપિયા મોંઘુ થયું
ઓઇલ કંપનીઓએ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જે બાદ દિલ્હીમાં 22 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન પેટ્રોલ અનુક્રમે 80, 80, 80, 80, 50, 30, 80, 80, 80, 80, 80, 40, 80 અને 80 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ 7 એપ્રિલથી 11 એપ્રિલ સુધી સતત પાંચમા દિવસે સ્થિર છે. અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થયો છે.