રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 26 એપ્રિલ 2019 (12:57 IST)

Todays Rate of Petrol - શુક્રવારે સ્થિર રહ્યા પેટ્રોલના ભાવ, જાણો ગુજરાતમાં આજનો પેટ્રોઅ-ડીઝલનો ભાવ

કાચા તેલની કિમંતોમાં ઘટાડો થવાથી પેટ્રોલની કિમંતો સ્થિર રહી જ્યારે કે ડીઝલની કિમંતોમાં 7 થી 8 પૈસાનો વધારો થયો છે. દેશની સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવારે પેટ્રોલની કિમંતોમાં કોઈ વધારો થયો નથી. જ્યારે કે ડીઝલની કિમંતોમાં 7 થી 8 પૈસાનો વધારો થયો છે.  
 
આ છે પેટ્રોલની કિમંત 
 
ઈંડિયન ઓઈલ (IOC) ની વેબસાઈટ મુજબ શુક્રવારે પેટ્રોલની કિમંત ગુરૂવાર જેટલી જ રહી. દિલ્હીમાં પેટ્રોલ 73.02 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલ 78.59 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. કલકત્તામાં પેટ્રોલ 75.04 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે અને ચેન્નઈમાં પેટ્રોલ 75.79 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ગુજરાતમાં મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિમંત 
અમદાવાદ  70.34  રૂ./લી.
રાજકોટ     70.17  રૂ./લી.
સૂરત       70.32  રૂ./લી.
વડોદરા    70.06  રૂ./લી.
 
આ છે ડીઝલની કિમંત 
 
શુક્રવારે ડીઝલની કિમંતમાં 7 થી 8 પૈસાનો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે દિલ્હી, મુંબઈ કલકત્તા અને ચેન્નઈમાં ગ્રાહકોને ડીઝલ માટે ક્રમશ 66.61, 69.72, 68.35, 70.34  રૂપિયા પ્રતિ લીટર આપવા પડી રહ્યા છે. 
 
ગુજરાતમાં મુખ્ય શહેરોમાં ડીઝલની  કિમંત 
 
અમદાવાદ  69.57  રૂ./લી. 
રાજકોટ     69.34  રૂ./લી.
સૂરત       69.50  રૂ./લી.
વડોદરા    69.21  રૂ./લી. 
 
કાચા તેલની કિમંતમાં ઘટાડો 
 
આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં કાચા તેલની કિમંતોમાં કમી આવી છે. શુક્રવારે સવારના સત્રમાં બ્રેટ ક્રૂડ 0.34 ટકાના ઘટાડા સાથે 73.38 ડૉલર પ્રતિ બૈરલ અને WTI ક્રૂડ 0.57 ટકાના ઘટાડા સાથે  64.84 ડૉલર પ્રતિ બૈરલ પર વેપાર કરી રહ્યુ છે.