રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 જુલાઈ 2020 (09:23 IST)

કોરોના સંક્રમણના મામલે ત્રીજા સ્થાન પર પહોચ્યુ ભારત, રૂસને પણ પાછળ છોડ્યુ

- ભારતમાં 6.87  લાખ કોરોના કેસ છે, લગભગ 20 હજાર મૃત્યુ,
- અમેરિકામાં  29 લાખથી વધુ કેસ,  1.32 લાખ મૃત્યુ
- ટોપ 10 દેશમાં યૂરોપ અને દક્ષિણ અમેરિકાના 4-4 દેશ, 
- પાકિસ્તાન 12 મા ક્રમે , 2.28 લાખથી વધુ કેસ
 
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વિશ્વભરમાં સૌથી વધુ સંક્રમિત કેસોમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારત રશિયાને પાછળ છોડી કોરોના સંક્રમિતોની સંખ્યામાં ત્રીજા સ્થાને આવી ગયું છે. જો કે અમેરિકા અને બ્રાઝિલ હજી પણ આ મામલે ભારત કરતા આગળ છે. પાકિસ્તાન 12 મા સ્થાને છે.
 
વર્લ્ડોમીટર અનુસાર, ભારતમાં હાલમાં 687,76૦ કોરોના દર્દીઓ છે, જ્યારે રશિયામાં, અત્યાર સુધીમાં 681,251 સંક્રમણ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કુલ 13,856 કેસ નોંધાયા હતા.
 
જ્યારે રશિયામાં હજુ પણ  681,251 કેસ છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 6,736 નવા કેસ નોંધાયા છે. ત્રીજા સ્થાન પર પહોંચેલા ભારતની આગળ, ફક્ત અમેરિકા અને બ્રાઝિલ છે. જોકે, આ બંને દેશોમાં કોરોના ચેપના કેસો ભારતમાં સંક્રમણના કુલ કેસોથી બમણા છે.
 
કોરોના સંક્રમણથી સૌથી વધુ ત્રસ્ત દેશ અમેરિકા  છે, જ્યાં અત્યાર સુધીમાં 29 લાખથી વધુ કેસ એટલે કે 2,953,014 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 17,244 નવા કેસ બહાર આવ્યા. અમેરિકામાં અત્યાર સુધીમાં 132,382 લોકો મોત થઈ ચુક્યા છે.
 
અમેરિકા બ્રાઝિલનો નંબર છે અને ત્યાં 1,578,376 કોરોના કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે તેમાંથી 64,365 લોકો મૃત્યુ પામ્યા છે. ત્રીજા સ્થાને પહોંચેલ ભારતમાં કુલ 687,760 કેસ નોંધાયા છે, જેમાં 19,568 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.