રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 21 જુલાઈ 2018 (14:12 IST)

ગઝબ ! 3 વર્ષની બાળકીએ પોતાની ચતુરાઈથી બચાવ્યો પિતાનો જીવ

ત્રણ વર્ષની વયમાં જ્યારે બાળક પોતાના કપડા પણ નથી બદલી શકતુ ત્યારે એક બાળકીએ ખૂબ જ ચતુરાઈથી પોતાના પિતાનો જીવ બચાવીને સૌને હેરાન કરી નાખ્યા. ઘટના અમેરિકાના વર્જીનિયાના વિંચેસ્ટની છે. 
 
રિપોર્ટ્સ મુજબ એક અઠવાડિયા પહેલા જ્યારે 3 વર્ષની મૉલી મૈક્કૈબેએ જોયુ કે તેની સાથે રમતા રમતા તેના પિતા અચાંક જમીન પર પડી ગયા તો તેને લાગ્યુ કે કદાચ પિતા કોઈ બીજી ગેમ રમી રહ્યા છે. પણ જ્યારે થોડી મિનિટ સુધી તેના પિતા જમીન પરથી ન ઉઠ્યા તો બાળકી મૌલીએ રડવાનુ શરૂ કરી દીધુ અને ડેડને ઉઠવા માટે મનાવવા લાગી. 
 
બાળકી રડવા છતા પણ તેના પિતાએ કોઈ જવાબ ન આપ્યો તો તેણે પિતાનો સેલફોન ઉઠાવ્યો અને પોતાની મા ને ફોન (વીડિયો કોલ) લગાવ્યો.  તેની મા પોતાની ઓફિસમાં હતી. બાળકીની માતાએ સ્થાનિક મીડિયાને જણાવ્યુ કે તેની પુત્રી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી અને ડેડી ડેડી બૂમો પાડી રહી હતી. 
 
પણ જ્યારે બાળકીએ પોતાના ફોનનો કેમેરા પિતાના ચેહરા તરફ કર્યો તો તેની માતાને જાણ થઈ કે મોલીના પિતા જમીન પર મોઢાના બળે પડી ગયા છે.  એ જ દરમિયાન બાળકી મૉલીએ પોતાની માતાને એ કહેવુ શરૂ કર્યુ કે મમ્મી જલ્દી ઘરે આવો. આ વાત પર મૉલીની માતા તરત જ ઓફિસમાંથી નીકળીને ઘરે પહોંચી અને પતિની હાલત જોઈને તેને હોસ્પિટલ પહોંચાડ્યો. 
 
હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યુ કે મૉલીના પિતા એક ધમનીમાં જે મગજ સુધી લોહી પહોંચાડે છે તેમા થક્કા જામી ચુક્યા છે. આ સમસ્યાથી ગ્રસિત લોકોનો જીવ બચવાના ચાંસ ઓછા જ હોય છે.  પણ તેમણે મોડુ કર્યા વગર તેમની સારવાર શરૂ કરી અને મૉલીના પિતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. 
 
મહિલાએ મીડિયાને જણાવ્યુ કે જે રીતે ચમત્કારિક રૂપે તેમની પુત્રીને કારણે તેમના પતિનો જીવ બચ્યો છે. એ ક્યારેય વિચારી શકતી નહોતી કે આટલી નાનકડી વયની પુત્રી મૌલી જે વાંચી પણ શકતી નથી તેણે કેવી રીતે મોબાઈલમાં પોતાની માતાનુ નામ વાચ્યુ અને તેણે ફોન લગાવી દીધો. મોલીની માતાએ જણાવ્યુ કે આ પહેલા મૉલીએ ક્યારેય કોઈને ફોન કર્યો નથી