યુનાઇટેડ સ્ટેટ્સમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું
નવા વર્ષના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. યુએસ મીડિયા અનુસાર, એફબીઆઈએ દક્ષિણ કેલિફોર્નિયામાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે જેઓ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોસ એન્જલસમાં બોમ્બ વિસ્ફોટનું આયોજન કરી રહ્યા હતા. આ શંકાસ્પદો પેલેસ્ટિનિયન તરફી કટ્ટરપંથી જૂથ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદો લોસ એન્જલસમાં પાંચ અલગ અલગ સ્થળોએ IEDsનો ઉપયોગ કરીને એક સાથે હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદોએ ડાર્ક વેબ અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા શસ્ત્રો અને વિસ્ફોટકો ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. ચારેય અમેરિકન નાગરિક છે, જેમની ઉંમર 22 થી 35 વર્ષની વચ્ચે છે.