રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીહરિકોટા. , બુધવાર, 22 જૂન 2016 (12:02 IST)

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટામાં ISROએ એકસાથે 20 સેટેલાઈટ લોંચ કરી

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)એ એકસાથે રેકોર્ડ 20 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરી દેશના અંતરિક્ષ ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય જોડી દીધો. ઈસરોના અધ્યક્ષ એસ. કિરણ કુમારે બધા 20 ઉપગ્રહના સફળતા પૂર્વક તેમની યથેષ્ટ કક્ષાઓમાં સ્થાપિત કરવાની ચોખવટ કરી અને વૈજ્ઞાનિકોને તેમની આ ઉપલબ્ધિ માટે શુભેચ્છા આપી. મિશન નિદેશક ઉન્નીકૃએક કહ્યુ કે આ પ્રક્ષેપણ સાથે જ ઈસરોએ એક વધુ મહત્વપૂર્ણ મુકામ મેળવી લીધુ છે. 
 
તેમણે કહ્યુ કે હુ આખી ટીમ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કરુ છુ. અમે વધુથી વધુ નિષ્ણાત કાર્યશૈલી અપનાવતા જઈ રહ્યા છે. અમને ખુશી છે કે અમે અમારા ગ્રાહકોને વિશ્વસ્તરીય સેવા આપવામાં સફળ રહ્યા છે. કુમાર અને અન્ય વૈજ્ઞાનિકોની હાજરીમાં અહી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોંચ પરથી સવારે 9.26 વાગ્યે ધ્રુવીય પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી34 જેવુ જ 20 ઉપગ્રહોને લઈને અંતરિક્ષ માટે રવાના થયુ.  નિયંત્રણ કક્ષમાં વૈજ્ઞાનિકોની નજર કંમ્પ્યુટર સ્ક્રીન પર જામી ગઈ. જેવુ જ મિશન પુર્ણ થવાનો સંકેટ મળ્યો કે બધા ખુશીથી નાચી ઉઠ્યા. વૈજ્ઞાનિકોએ એકબીજાને શુભેચ્છા આપી.