રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:04 IST)

ગુજરાત હાઇકોર્ટે 19 વર્ષની હિંદુ યુવતીને 20 વર્ષના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેવાની અનુમતી આપી

ગુજરાત હાઇકોર્ટે 19 વર્ષની હિંદુ યુવતીને 20 વર્ષના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેવાની અનુમતી આપી દીધી છે. છોકરાની ઉંમર લગ્નની નિશ્ચિત ઉંમર કરતાં ઓછી હોવાને કારણે કોર્ટે લિવ ઇનમાં રહેવાની પરવાનગી આપી છે. યુવકની ઉંમર લગ્નની નિશ્ચિત ઉંમર કરતા ઓછી છે. તેથી જ તેઓ લગ્ન કરી શકે તેમ નથી.વાત જાણે એમ છે કે સ્કૂલમાં સાથે અભ્યાસ કરવાને કારણે બંને વચ્ચે પ્રેમ બંધાઇ ગયો હતો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય પણ કર્યો હતો. જોકે બંને પોતાનો ધર્મ પરિવર્તન કરવા માંગતા નથી. જેથી તેમની પાસે સ્પેશિયલ મેરેજ એક્ટનો વિકલ્પ રહ્યો હતો. જો કે યુવતીની ઉંમર લગ્ન લાયક છે. પરંતુ યુવકની ઉંમર ઓછી છે. ઉંમરની પાબંદીને પગલે બંને મૈત્રી કરાર અને એક આવેદન કોર્ટમાં રજૂ કર્યું હતું. મૈત્રી કરાક એક પ્રકારનો ફેન્ડશીપ એગ્રિમેન્ટ છે. ગુજરાતમાં લિવ-એન રિલેશનશિપને ઔપચારિક રૂપ આપવા માટે આ એગ્રિમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જૂલાઇમાં બંને આ આવેદન કરી ચૂક્યા હતા. ત્યાં યુવતીના માતા-પિતા યુવતીને સપ્ટેમ્બરમાં પોતાની સાથે લઇ ગયા હતા. ત્યારે યુવકે હાઇકોર્ટમાં આ અંગે અરજી કરી હતી. કોર્ટમાં આ મામલો આવતા પોલીસ યુવતીને કોર્ટમાં હાજર થવા લઇ આવી હતી.જ્યાં યુવતીએ જણાવ્યું હતું કે તેના બોયફ્રેન્ડની ઉંમર 21 વર્ષની થશે ત્યારે બંને લગ્ન કરવા માંગે છે. યુવતીએ કોર્ટમાં એમ પણ કહ્યું કે તે તેના માતા-પિતા સાથે રહેવા નથી માંગતી. કોર્ટે યુવકને એક એફીડેવીટ કરવાનું જણાવ્યું છે. જેમાં લખવાનું કહ્યું છે કે જ્યારે યુવકની ઉંમર 21 વર્ષની થશે કે યુવતી સાથે લગ્ન કરી લેશે.