રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2016 (16:39 IST)

નવા શૈક્ષણિક સત્રથી હવે ગુજરાતના બાળકો જવાહરલાલ નહેરૂની આત્મકથાના પાઠ ભણશે

જૂન 2016થી શરુ થતાં નવા શૈક્ષણિક સત્રમાં ગુજરાતની ભાજપ સરકારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આત્મકથાના એક હિસ્સાને પાઠ તરીકે મૂક્યો છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો 'ભારતમાતા કી જય'ના વિચાર સંદર્ભે દ્રષ્ટિકોણ શું હતો તે સંદર્ભે આ પાઠમાં પ્રકાશ પાડી વિદ્યાર્થીઓમાં ભારતમાતા કી જયનો નારો બુલંદ કરવાનો  પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પાઠમાં નહેરુની આત્મકથાનો એ ભાગ અપાયો છે તેમાં હરિયાણાના રોહતકમાં ખેડૂતોને જવાહરલાલ નહેરુ ભારતમાતા કી જય વિચારને સમજાવી રહ્યાં હતાં. તેમણે લખ્યું છે કે પ્રસ્તુત લેખમાં અભણ ગ્રામીણ લોકો ભારતમાતાની જયનો નારો તો લગાવે છે પરંતુ ભારત માતાના સાચા સ્વરુપ અને તેની વત્સલતાથી અજાણ છે. ખેડૂતોની અજ્ઞાનતા દૂર કરી વાસ્તવિકતાનો પરિચય કરાવવા લેખ જવાહરલાલ નહેરુ જે સમજાવે છે તે ભાગ લેવાયો છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 9 અને 11ના ચાર પુસ્તકોમાં હિન્દી પ્રથમ અને હિન્દી દ્વિતીય પસંદ કરનારા વિદ્યાર્થીઓ માટે આ ઉપરાંત આરએસએસની શાખાઓમાં ગવાતાં 'મનુષ્ય તું બડા મહાન હૈ' ગીત પણ શામેલ કરવામાં આવ્યું છે. 11મા ધોરણના પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 'કદમ મિલાકર ચલના હોગા' કવિતાનો પાઠ પણ મૂકવામાં આવ્યો છે.