શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2022 (10:36 IST)

Holashtak 2022: આજ(10 માર્ચ)થી હોલાષ્ટ શરૂ, આ આઠ દિવસ દરમિયાન શુ કરવુ શુ નહી

Holashtak 2022: શાસ્ત્રોમાં બતાવ્યા અનુસારફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોલિકા દહન એટલે કે ફાલ્ગુન પૂર્ણિમા સુધીના સમયને હોલાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક ગુરુવાર, 10 માર્ચથી શરૂ થશે અને ગુરુવાર, 17 માર્ચ સુધી ચાલશે. હોળીકાની પૂજા કરવા માટે, હોળીના આઠ દિવસ પહેલા, હોલિકા દહનની જગ્યાને ગંગાના જળ, સૂકા લાકડા, ગાયના છાણથી શુદ્ધ કરવામાં આવે છે અને હોલિકા દહન માટે તેમાં બે લાકડીઓ સ્થાપિત કરવામાં આવે છે. એક લાકડી પ્રહલાદની માનવામાં આવે છે અને બીજી લાકડી તેની માસી હોલિકાની માનવામાં આવે છે. આ દિવસને હોળાષ્ટકની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે.  આ 8 દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ દેવતાની પૂજા કરવાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
હોલાષ્ટકમાં શું ન કરવું
 
જ્યોતિષીય માન્યતા અનુસાર અષ્ટમીથી પૂર્ણિમા સુધી નવગ્રહો પણ અગ્નિ સ્વરૂપમાં રહે છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યમાં અશુભ થવાની સંભાવના રહે છે. આ માન્યતાના કારણે આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ અને વિદ્યારંભ વગેરે તમામ શુભ કાર્ય અથવા કોઈપણ નવા કાર્યની શરૂઆત શાસ્ત્રો અનુસાર વર્જિત માનવામાં આવે છે.
 
 
હોલાષ્ટકમાં શું કરવું
 
દાન કરવું શ્રેષ્ઠ છે
વ્રત, પૂજા અને હવન માટે હોલાષ્ટકને સારો સમય માનવામાં આવે છે. આ દિવસોમાં દાન કરવાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
 
યોગ્ય ખોરાક-
આ સમય દરમિયાન હવામાન ઝડપથી બદલાય છે, તેથી શિસ્તબદ્ધ દિનચર્યા અપનાવવાની સલાહ આપવામાં આવે છે. હોલાષ્ટકમાં સ્વચ્છતા અને ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ.
 
શિવની પૂજા-
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ કષ્ટોથી બચી જાય છે. હોલાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
 
ભગવાન ગણેશ અને હનુમાનજીની સ્તુતિ કરો
હોલાષ્ટક દરમિયાન ગણેશ વંદના અને આરતી ખૂબ જ ફળદાયી છે. આ સિવાય હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી પણ સમસ્યાઓ દૂર થાય છે.
 
ભગવાન વિષ્ણુની પૂજા-
હોલાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, આમ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.