સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. સ્વતંત્રતા પર્વ
Written By વેબ દુનિયા|

ભારતીય ધ્વજ સંહિતા

ત્રિરંગો લહેરાવવાના નિયમ

N.D
ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુ પ્રતિરૂપ છે. આ અમારા રાષ્ટ્રીય ગૌરવનુ પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વજ સંહિતા-2002માં બધા નિયમો, રિવાજો,ઔપચારિકતાઓ અને નિર્દેશોને એકસાથે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ધ્વજ સંહિતા-ભારતના સ્થાન પર ભારતીય ઘ્વજ સંહિતા-2002ને 26 જાન્યુઆરી 2002થી લાગૂ કરવામાં આવ્યુ છે.

ઝંડો લહેરાવવાની યોગ્ય રીત

* જ્યારે પણ ત્રિરંગો લહેરાવવામાં આવે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવી જગ્યાએ પર લગાવવામાં આવે, જ્યાંથી તે સ્પષ્ટ રીતે દેખાય.

* સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓના દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે, વિશેષ પ્રસંગો પર તેને રાત્રે પણ લહેરાવી શકાય છે.

* ઝંડાને સદા સ્ફૂર્તિથી લહેરાવવો જોઈએ અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવો જોઈએ. લહેરાવતી વખતે અને ઉતારતી વખતે બિગુલ વગાડવામાં આવે છે, તેથી એ વાતનુ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બિગુલના અવાજ સાથે જ લહેરાવવો અને ઉતારવો જોઈએ.

* જ્યારે ઝંડો કોઈ ભવનની બારી, બાલકની અથવા આગળના ભગમાં આડો કે ત્રાંસો લહેરાવવામાં આવે તો ઝંડાને બિગુલના અવાજની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.

N.D
* ઝંડાનુ પ્રદર્શન સભા મંચ પર કરવામાં આવે છે તો તેને એ રીતે લહેરાવવામા6 આવે કે જ્યારે બોલનારનુ મોઢુ શ્રોતાઓ તરફ હોય તો ઝંડો તેના જમણી બાજુ હોય.

* ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાડવામાં આવે તો તેને સામેની બાજુ અને વચ્ચેવચ અથવા કારની જમણીબાજુ લગાડવામાં આવે.

* ફાટેલો અથવા મેલો ઝંડો લહેરાવવામાં નથી આવતો.

* ઝંડો માત્ર રાષ્ટ્રીય શોકના પ્રસંગ પર જ અડધો નમેલો રહે છે.

* કોઈ બીજા ઝંડા કે ધ્વજ-પતાકાઓને રાષ્ટ્રીય ઝંડાથી ઉંચા કે ઉપર નહી લગાવવામાં આવે, ન તો બરાબરીથી મુકવામાં આવશે.

* ઝંડા પર કંઈપણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ

* જ્યારે ઝંડો ફાટી જાય અથવા મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવે.