રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 જુલાઈ 2021 (09:23 IST)

અમદાવાદમાં એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી 27 લાખની ચોરી,છૂટાછેડાની ફાઈલ, બાળકોના પાસપોર્ટ અને રોકડ પણ ચોરાયા

અમદાવાદમાં રહેતી મહિલાના ઘણા સમયથી પતિ સાથે છૂટાછેડાની તકરાર ચાલે છે. જે અંગે કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન તેમના બંધ ઘરમાં કોઈ અજાણ્યા શખસ ઘૂસીને કિંમતી વસ્તુઓની સાથે છૂટાછેડાની ફાઇલ, બાળકોના પાસપોર્ટ, સહી કરેલા કોરા કાગળ અને સીસીટીવી સ્ટોરેજ માટેનું ડીવીઆર પણ ચોરી ગયા છે. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ તેના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 27 લાખથી વધુની મત્તાની ચોરી થઈ છે.

વસ્ત્રાપુર પાસે આવેલા પ્રેસટીઝ ટાવરમાં રહેતા પૂર્વાજલી અગ્રવાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે મુજબ તેમના પતિ સાથે તેમના છૂટાછેડાની પ્રક્રિયા ચાલે છે. તેઓ હાલ અલગ-અલગ રહે છે. જ્યારે બાળકો તેમની સાથે રહે છે. 1લી મેના રોજ તેઓ બાળકો સાથે પિયર રાજસ્થાન ગયા હતા. જ્યારે તેઓ 3 જુલાઈએ પરત અમદાવાદ આવ્યા હતા. ત્યારેઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો તરત જ ખુલી ગયો અને ઘરમાં કોઈ આવ્યું હોવાની શંકા ગઈ હતી. ફલેટમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. જો કે સીસીટીવી કેમેરામાં ચોરની તસ્વીર કેદ થઇ ગઈ હતી. ઓળખ છતી ન થાય તે માટે ચોર સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.પૂર્વાંજલીબહેનના ફલેટમાંથી સોનાના હીરા જડિત દાગીના - ચાંદીના વાસણ - મોંઘી ઘડિયાળોની સાથે ત્રણેયના અસલ પાસપોર્ટ, પૂર્વાંજલીબહેનનું અલસ મેરેજ સર્ટિફિકેટ, બંને બાળકોના જન્મનો દાખલો, ત્રણેયના પાસપોર્ટ તેમજ 4 સફેદ કોરા કાગળ કે જેના ઉપર પૂર્વાંજલીબહેને સહીંઓ કરી હતી. તે ચોરી ગયા હતા. મહિલાએ ઘરમાં CCTVનું DVR ચેક કરવા ગયા તો તે ગાયબ હતું. તેમણે બીજી જગ્યાએ તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ગાયબ હતા. એટલું જ નહીં ઘરમાંથી બાળકોના પાસપોર્ટ, લિવિંગ સર્ટિફિકેટ તેમજ છૂટાછેડાની ફાઇલ પણ ગાયબ હતી. તેની સાથે બે કોરા કાગળ જેમાં સહી કરેલી હતી, તે પણ ગાયબ હતાં. ઘરમાંથી મહત્વના કાગળ સહિત રૂ. 27.40 લાખની ચોરીની ફરિયાદ હાલ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ તેના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 27 લાખથી વધુની મત્તાની ચોરી થઈ છે. હાલ આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.