શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 ડિસેમ્બર 2017 (12:34 IST)

સુરત જેલના કેદીની આત્મકથાની બુક વિશ્વભરમાં વેચાઈ

સુરત લાજપોર મધ્યસ્થ જેલના હત્યાના કાચા કામના કેદીએ પોતાની લેખન શૈલીની આવડતથી  પોતાની આત્મકથા લખી છે. વિશ્વભરમાં તેની આત્મકથાની પ્રસંશા થઈ રહી છે. કેદીએ જેલમાં રહીને અંગ્રેજીમાં બે પુસ્તક લખ્યા છે, બંને પુસ્તક આંતરાષ્ટ્રીય સ્તરે લાખો વાચકો પસંદ કરી રહ્યા છે. આ કેદીની લખાયેલી આત્મકથાના પુસ્તકની 50 દેશોમાં 7 લાખ જેટલી કોપીઓ વેચાઈ ગઈ છે. વિરેન્દ્ર વૈષ્ણવ લાજપોર જેલમાં કાચા કામનો કેદી છે. મર્ડરના આરોપનો આ કેદી અગાઉ પત્રકાર તરીકે કામ કરતો હતો. તે જેલમાં સાત વર્ષથી સજા ભોગવી રહ્યો છે. તે ક્યા કારણોસર જેલમાં છે એના કરતાં એણે જેલમાં જે કર્યું તે હાલ વધુ મહત્વનું બની ગયુ છે.

જેલ જીવન અને બહારના જીવનને કંડારતી બુક 'લાઈફ બિહાઇન્ડ ધ બાર્સ'ને યુકે લંડનના ઓલિમ્પિયા પ્રકાશક દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. જેને વિશ્વના 60 દેશમાં 25મી મે 2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જ્યારે 'પ્રિઝન, પ્રિઝનર્સ પેઈન એન્ડ આઈ' ચેન્નાઈના નોશન પ્રકાશન દ્વારા 150 દેશોમાં પ્રસિદ્ધ કરાઈ છે. વૈષ્ણવની પુત્રી ખુશીએ જણાવ્યું કે, 'મારા પિતાની આત્મકથાની સાત લાખ જેટલી કોપી વેચાઈ ગઈ છે. તેણે આ પછી 'પ્રિઝન, પ્રિઝનર્સ પેઈન એન્ડ આઈ' નામે બીજુ પુસ્તક પણ લખ્યું છે.'પતિ જેલમાં હોય ત્યારે બે સંતાનોને સંભાળવાની જવાબદારી ચંદ્રિકાબેન પર આવી પડી હતી.આ પુસ્તકની કવિતાને વર્લ્ડ પોએટ્રી બુકમાં સ્થાન મેળવ્યું છે. ખુશીએ કહ્યું કે, 'ઓનલાઈન કંપની દ્વારા વિરેન્દ્રના પુસ્તકો વેચાણ માટે તેમની પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે. પિતાની લેખનની પ્રવૃત્તિ અંગે લોકો માહિતગાર થાય એ માટે સોશિયલ મીડિયામાં તેમના નામનું એકાઉન્ડ બનાવ્યું છે.