શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 જુલાઈ 2018 (10:18 IST)

રવાંડા પહોંચનારા પ્રથમ ભારતીય PM બન્યા મોદી, આપી 20 કરોડ ડોલરની ઓફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ આફ્રિકી દેશોના પ્રવાસ માટે પ્રથમ ચરણ પર સોમવારે રવાંડા પહોંચ્યા. રાજધાની કિગાલીમાં રવાંડાના રાષ્ટ્રાપ્તિ પૉલ કાગમેએ પીએમ મોદીનુ સ્વાગત કર્યુ. આ દરમિયાન પીએમે કૈગમના અનેક મુદ્દા પર વાતચીત કરી. બંને નેતાઓ વચ્ચે ખાસ કરીને વેપાર અને કૃષિ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રીએ રવાંડાના રાષ્ટ્રપતિને ભેટમાં 200 ગાયો પણ આપી. બીજી બાજુ રવાંડા મ આટે 20 કરોડ ડોલરના લોનની રજુઆત પણ કરી. 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીનો અહી પાંચ દિવસનો પ્રવાસ છે. રવાંડા પછી પીએમ મોદી યુગાંડા પહોંચશે પછી ત્યાથી દક્ષિણ આફ્રિકા જશે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં તેમને BRICS (બાંગ્લાદેશ, રૂસ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા સંગઠન)ના શિખર સંમેલનમાં ભાગ લેવાનો છે. 
 
રવાંડામાં પીએમ મોદીએ શુ કહ્યુ 
 
રવાંડાના રાષ્ટ્રપતિ કાગમે સાથે વાતચીત પછી મોદીએ જાહેરાત કરી છે કે ભારત ટૂંક સમયમાં ત્યા પોતાનો દૂતાવાસ ખોલશે. રવાંડામાં મીડિયાને આપેલ સંયુક્ત નિવેદનમાં મોદીએ કહ્યુ, 'અમે લોકો રવાંડામાં એક ઉદ્યોગ ખોલવા જઈ રહ્યા છીએ. તેનાથી બંને દેશોની સંબંધિત સરકારો વચ્ચે સંવાદ સ્થાપિત થવા ઉપરાંત વાણિજ્ય સંબંધી, પાસપોર્ટ, વીઝા માટે સુવિદ્યાઓ પણ સુનિશ્ચિત થશે.'