શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (21:22 IST)

સમાગમ કેટલો સમય હોય તો આનંદ વધુ આવે ?

ફિઝિકલ ઇન્‍ટમસીને લઇને અનેક સવાલ થતા રહે છે કે કેટલો સમય સંભોગમાં રત રહેવાનું થાય એને આદર્શ અથવા તો નોર્મલ કહેવાય. આ બાબતે ઓસ્‍ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ કવીન્‍સલેન્‍ડના સાઇકોલોજિસ્‍ટ ડો. બ્રેન્‍ડન ઝિએશે પ્રયોગ કરી તારવ્‍યું છે કે લવ-મેકિંગ સેશનમાં ખૂબ જ વેરિએશન હોય છે. રિચર્સરોએ અરાઉન્‍ડ ધ વર્લ્‍ડના 500 કપલને સેકસની શરૂઆતથી લઇને ઇજેકયુલેશનનો સમય નોંધવાનું કહ્યું હતું. લગભગ ચાર વીક સુધી તેમણે પ્રત્‍યેક સમાગમના સમયને ર્સ્‍ટાપવોચ દ્વારા નોંધ્‍યો હતો. એમાં લગભગ ૩૩ સેકન્‍ડથી લઇને 44 મિનીટ સુધીનો સમય નોંધાયો હતો.

રિસર્ચરોએ યુગલના સમાગમનો એવરેજ ટાઇમ કાઢતાં લગભગ પ.૪ મિનિટનો સમય નોંધાયો હતો. રિસર્ચરોએ નોંધ્‍યું હતું. કે કોન્‍ડોમ પહેરીને કરવામાં આવેલા કે સુન્નત કરાવી હોય એવા પુરૂષોના સમાગમના સમયમાં પણ ખાસ કોઇ ફરક નથી પડતો. સમાગમનો સમય લાંબો હોય તો જ આનંદ વધુ આવે એ એક માન્‍યતા જ છે એવું વધુ એક વાર સાબિત થયું