રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : શુક્રવાર, 23 એપ્રિલ 2021 (23:33 IST)

IPL 2021, PBKS vs MI: રાહુલે રમી કપ્તાની ઈનિંગ, પંજાબે મુંબઈને 9 વિકેટથી હરાવ્યુ

ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) 2021ના 17માં મુકાબલામાં શુક્રવારે પંજાબ કિંગ્સને મુંબઈ ઈંડિયંસને એકતરફા મેચમાં 9 વિકેટથી હરાવ્યુ. મુંબઈએ આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા કપ્તાન રોહિત શર્માની 63 રનની રમતને કારણે 131 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે આ લક્ષ્યને મયંક અગ્રવાલે વિકેટ ગુમાવીને મેળવી લીધુ. ટીમે કપ્તાન કેએલ રાહુલે કપ્તાની રમત રમતા 52 બોલ પર 60 રનની અણનમ રમત રમી. આ ઉપરાંત ક્રિસ ગેલે પણ 28 બોલ પર 35 રનની સારી રમત રમી.

મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને પંજાબને સારી શરૂઆત અપાવી હતી. મયંક અગ્રવાલે 20 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 25 રન કર્યા હતા. તે રાહુલ ચહરની બોલિંગમાં લોન્ગ-ઓન પર સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો હતો.

 
 

11:25 PM, 23rd Apr
-કે એલ રાહુલે કપ્તાની રમત રમતા આ મેચમાં ફીફ્ટી પૂરા કર્યા. ટીમને અહીથી જીત માટે 17 રનની જરૂર છે. 
- તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે ક્રુણાલ પંડ્યાની બોલ પર ચોક્કો મારીને ટીમનો સ્કોર 100ને પાર પહોચાડ્યો 

09:37 PM, 23rd Apr
- મુંબઇએ પંજાબ સામે જીતવા માટે 132 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પંજાબ તરફથી મોહમ્મદ શમી અને રવિ બિશ્નોઇએ બે-બે વિકેટ ઝડપી હતી.
- મુંબઇના બેટ્સમેનોની વિકેટ પડવાની પ્રક્રિયા ચાલુ છે. ઇનિંગની 19 મી ઓવરમાં અર્શદીપસિંહે હાર્દિક પંડ્યાને આઉટ કરીને પાંચમો ફટકો આપ્યો હતો.

09:05 PM, 23rd Apr
- પંજાબના ઝડપી બોલર મોહમ્મદ શમીએ મુંબઇના કેપ્ટન રોહિત શર્માને પેવેલિયન મોકલીને 18 મી ઓવરમાં ટીમને સૌથી મોટી સફળતા આપી હતી. આ સમયગાળા દરમિયાન રોહિતે 52 બોલમાં 63 રન બનાવ્યા હતા.
 
- લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઇએ શાનદાર પ્રદર્શન સાથે ચાલુ રાખ્યું અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. આ ઇનિંગ્સની તેની બીજી વિકેટ છે. સૂર્યકુમારે આ ઇનિંગ્સમાં 33 રન બનાવ્યા હતા.
 

09:00 PM, 23rd Apr
- મુંબઈ ઈંડિયંસે આ મેચમાં 100 રન પુરા કરી લીધા છે. હાલ રોહિત 61 અને સૂર્યકુમાર 31 રન બનાવીને રમી રહ્યા છે. પંજાબને અહી વિકેટની જરૂર છે. 
 
- રોહિત શર્માએ આ મેચમાં પોતાના 50 રન પુરા કરી લીધા છે. તેમના બેટથી અત્યાર સુધી 4 ચોક્કા અને 2 સિક્સર નીકળી છે. ટીમનો સ્કોર 100ના નિકટ છે. 
 

08:49 PM, 23rd Apr
- રોહિત શર્માએ આ મેચમાં પોતાના 50 રન પુરા કર્યા. તેના બેટ પરથી અત્યાર સુધી 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. ટીમનો સ્કોર 100 ની નજીક છે.
- મુંબઈ ઈન્ડિયન્સે 12 ઓવર બાદ 66–2 નો સ્કોર બનાવ્યો હતો. રહિત 38 દડામાં 46 રનમાં રમી રહ્યો છે અને સૂર્યકુમાર 11 રને અણનમ રહ્યો છે.
- મુંબઈએ   50 રન પૂરા કર્યા છે. આમાંથી મોટાભાગના રન કેપ્ટન રોહિત શર્માએ બનાવ્યા છે. રોહિત પોતે પણ પચાસની નજીક પહોચી ગયા છે 
- આ સિઝનમાં પ્રથમ મેચ રમતા રવિ બિશ્નોઇએ શાનદાર બોલિંગ કરી અને ઈશાન કિશનને પહેલી જ ઓવરમાં પેવેલિયન મોકલી દીધો. તેની ઓવર પાંચ રનમાં આવી. મુંબઈનો સ્કોર 26-2 છે.