શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શનિવાર, 3 ઑગસ્ટ 2019 (17:58 IST)

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના કલાકારો પાસેથી ફ્રેન્ડશીપ ડે ના ખાસ કવોટસ

સિમરન પરનીજા એટલેકે ઈશારો ઈશારો મે ની ગુંજન કહે છે. " આપણે આપણા આખા જ જીવનની મુસાફરી દરમ્યાન ઘણા બધા લોકોને મળીએ છિએ. ઘણા લોકો આપણા જીવનનો અંગત ભાગ બની જાય છે જયારે કેટલાક માત્ર ઓળખીતાઓ બની જાય છે. હું એક અતળી વ્યક્તિ છુ અને હું જેમની સાથે રહિ શકુ તેવા મારા ખૂબ જ પસંદગીના મિત્રો છે. હું એક એવી મિત્ર છું કે જે મારા લોકો માટે બહાર જાય છે. હાલમાં હું ગુંજન તરીકે ઈશારો ઈશારો મેં માં જોવા મળુ છું. હું મોટા ભાગનો સમય શુટીંગમાં ગાળુ છું. મારા બધા જ સહકલાકારો તેઓ જે કરે છે તેમાં ખૂબ જ પ્રતિભાશાળી છે અને સાથે સાથે અમે એકદમ ઘનિષ્ઠ જૂથ બની ગયા છે. આ શો માં દરેક જણ તે મારા મિત્રો છે ખાસ કરીને દેબાત્તમા, કે જે પડદા ઉપરની મારી માતા સ્વાતિ શાહ મેમ છે અને બધી જ ગર્લ ગેન્ગ. હું તેમની સાથે પોતાને ખૂબ જ સાંકળી શકુ છું અને તેમની કંપનીને માણુ છું.
 
ઈશારો ઈશારો મે નો યોગી એટલે કે મુદિત નાયર કહે છે, " મારા માટે ફ્રેન્ડશિપ ડે તે વર્ષના ખૂબ જ ખાસ દિવસોમાંથી એક છે કારણકે હું મારા બાળપણના મિત્રોની પુન:મુલાકાત લઉ છું. જયારે અમે શાળામાં હતા ત્યારે મારા બાળપણ દરમ્યાન જે યાદો બની છે તે શ્રેષ્ઠ યાદો છે એમ હું માનુ છુ. દર વર્ષે મારા બધા જ બાળપણના મિત્રોને મળવા માટે હું એક ખાસ બહાર જવાનુ આયોજન કરું છું. આ વર્ષે પણ જો મને મારા ઈશારો ઈશારો મેં ના શુટીંગમાંથી એક દિવસની રજા મળે છે તો અમે ચોમાસાની ઉજવણી કરવા માટેના સુંદર સ્થળનુ આયોજન કરવા માંગીએ છિએ અને સુંદર યાદોને ઉજવવા માંગીએ છિએ"
 
દેબત્તમા સહા એટલે કે ઈશારો ઈશારો મેં ની પરી કહે છે કે, " જયારે હું આસામમાં અને ત્યાંથી કોલકતા બદલી કરીને ગઈ ત્યાંથી હવે ઈશારો ઈશારો મેં માટે મુંબઈ આવી છુ ત્યારે જુદા જુદા વાતાવરણ સાથે જુદા જુદા ખોરાક અને જુદિ જુદિ ભાષા સાથે એડજસ્ટ થવું તે અઘરું હતુ. પરંતુ પૂર્વથી લઈને પશ્ર્ચિમ સુધી મારા મિત્રો બનાવવા માટે હું નસીબદાર હતી. આ સ્વપ્નોની દુનિયામાં મારી મુસાફરી શરૂ કરવા માટે હું વ્યાકુળ હતી.  ખૂબ સારું એ છે કે કે જે ટીમ સાથે હું કામ કરું છું તે ખૂબ આવકારદાયક છું. તેઓ બધા જ મારા ખૂબ સારા મિત્રો બન્યા છે. આ ફ્રેન્ડશીપ ડે ના દિવસે હું ઈશારો ઈશારો મેં ના બધા જ કલાકારોને સરપ્રાઈઝ આપવાનું આયોજન કરું છું કે જેથી તેમને મારા મિત્રો અને કુટુંબ બનવા બદલ હું તેમનો આભાર માની શકું."
 
રોશની વાલિયા એટલે કે તારા ફ્રોમ સતારાની તારા કહે છે કે, " મારા માટે, મિત્રતાનો અર્થ છે એકબીજા સાથે મૌનમાં પણ સાહજીકતા અનુભવવી, તેનો અર્થ છે પ્રશ્ર્નો સિવાય એકબીજાને કંઈ કહિ શકવું અને સમજી શકવુ અને એકબીજા સાથે હંમેશા પ્રામણિક હોવું અને કોઈ પણ સ્થિતિ ભલેને હોય અને આ રીતે હું સલોની સામે જોઉં છું, કે જે મારા બાળપણની શ્રેષ્ઠ મિત્ર છે. તેણી સાથે મારા જીવનની શ્રેષ્ઠ યાદો મારી સાથે છે અને મએ અમારા જીવનને સંપૂર્ણપણે માણ્યુ છે. એક દિવસ, અમે સાથે ખરીદિ માટે ગયા હતા અને ત્યાં ટ્રાયલ રૂમ્ઝ માટે મોટી કતાર હતી અને ડ્રેસમાં અમે કેવા દેખાઈએ છીએ તે અમે જોવા માંગતા હતા, પ્રંતુ સામાન્યપણે તેઓ એક રૂમમાં બે જણને દાખલ થવા દેતા નથી, તેથી અમને એક એવો વિચાર આવ્યો અને તેમને કહ્યુ કે અમને બે જુદા જુદા રૂમ્ઝ ના આપે કારણકે તેમાં ઘણો સમય જશે અને તેઓ અમને નાનામાં નાનો ટ્રાયલ રૂમ આપ્યો કે જેમાં અમને ખરેખર છિંકો આવતી હતી. પરંતુ આ એક યાદ છે કે જેને હું મારા આખા જ જીવનમાં કયારેય ભુલીશ નહિ."
 
ઉર્વશી પરદેશી એટલે કે તારા ફ્રોમ સતારાની રાધિકા માને કહે છે," મારા માટે મિત્રતા તે કંઈક એવું છે કે જે બધા જ સંબધો કરતા પહેલા આવે છે અને મિત્રતા વગર બધા જ સંબંધો અધૂરા છે તે ભલેને તમારા માતાપિતા હોય, કુટુંબના અન્ય સભ્ય હોય અથવા તમારા સાથી હોય. તે સાહજીકતાનુ જોડાણ છે. શાળામાં મારા બધા જ ફ્રેન્ડશીપ ડે સંધ્યા સાથે વિત્યા છે કે જે ૩ જા ધોરણથી મારી મિત્ર છે અને હું કશું કહું તે પહેલા તે મારા મગજને જાણે છે.તેણી સાથે મને ખૂબ જ સાહજીક્લાગે છે અને તેણીને બધું જ અને કશું પણ જણાવી શકું છું. મારે જયારે પણ તેણીની જરૂર હોય ત્યારે તે હાજર હોય, તે ઘણી વખત મારી માતા બની જાય, ઘણીવખત તે મારા પિતાની જેમ વર્તે અને બીજી ક્ષણે તે મારી કેરટેકર બની જાય. તેણીને મારા જીવનમાં મેળવીને હું ધન્ય બની ગઈ છું.
પરીધી શર્મા એટલે કે પટીયાલા બેબ્ઝની બબિતા કહે છે," ફ્રેન્ડશીપ ડે તે એક બીજો દિવસ છે કે જેમાં એવા લોકો કે જેઓએ તેમના જીવનમાં મૂલ્ય ઉમેર્યુ છે તેની ઉજવણી કરે છે. હું વ્યક્તિગત રીતે માનુ છું કે તમારી વચ્ચે સામાન્ય હોય તેવા થોડા મિત્રો વધારે સારે છે તેના કરતા કે જેઓ તમારી સાથે વાત કરવા તમારી આસપાસ સંઘર્ષ કરતા હોય. અમારી આસપાસ ઘણા બધા ચુંનંદા ઘનિષ્ઠ મિત્રો છે અને તેઓ મારા કુટુબ જેવા છે, તેઓ મારા ખરાબ અને સારા દિવસોમાં મારી સાથે ઉભા રહે છે. "કેટલાક લોકો પ્રિસ્ટ પાસે જાય છે; બીજાઓ કવિતા પાસે પરંતુ હું મારા મિત્રો પાસે જાઉ છું.’ આ ફ્રેન્ડશીપ ડે ના દિવસે હું મારા મિત્રો માટે કશુંક ખાસ કરવાનુ આયોજન કરું છુ કે જેથી હું તેમના માટે હંમેશા મોટામાં મોટી સપોર્ટ સીસ્ટબ બનાવી શકું."
 
અશ્ર્નુર કૌર એટલે કે પટીયાલા બેબ્ઝની મીની કહે છે કે, " ફ્રેન્ડશીપ ડે મારા માટે ઘણુ મહત્વ ધરાવે છે. મારા મિત્રો મારા જીવનનો ખૂબ જ અગત્યનો ભાગ છે. મિત્ર તે એક એવો વ્યક્તિ છે કે જે તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે કે જેથી તમે પોતે જે છો તે બની શકો અને તમે જે છો તે તરીકે તમને બિરદાવે. મારા માતા તે મારા શ્રેષ્ઠ મિત્ર છે. મારી પાસે મારા મિત્રો છે કે જે મારા પક્ષે મારા બાળપણથી ઉભા રહે છે અને હંમેશા એક મોટો ટેકો બની રહે છે. હું આ દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવુ છુ કારણકે હું તેને એક મહત્વના દિવસ યરીકે ઉજવું છું. મારા માટે મારા મિત્રો તે એવા લોકો છે કે જે મારી મજાક ઉડાવે પરંતુ બીજા કોઇને તેમ ન કરવા દે. મારા મિત્રો મને દુ:ખી કોઈ શકતા નથી. જયારે પણ મારો દિવસ ખરાબ હોય અથવા કશુંક સારું ન થતુ હોય તો તેઓ ધ્યાન રાખે છે કે હું રાત્રે ખુશ થઈને સુઈ જાવ."
 
અનિરુધ્ધ દવે એટલે કે પટીયાલા બેબ્ઝનો હનુમાન સિંઘ કહે છે કે ," મારા માટે મિત્રતા એટલે કે કોઈકની આસપાસ સાહજીક હોવું કે જેની સાથે તમે તમારું મૌન પણ ઉજવી શકો, તેનો અર્થ એમ છે કે કોઈ પણ પ્રશ્ર્ન સિવાય એકબીજાને કશું પણ કહિ શકવું અને સમજી શકવું. મારા જીવનમાં એવા લોકો કે જેઓએ મારા જીવનના દરેક તબક્કામાં મને ટેકો આપ્યો છે અને જેઓ મારા બાળપણથી મને વળગી રહ્યા છે તેમનો હું આભારી છું. મારા મિત્રો તે ખાલી મારા મિત્રો નથી પરંતુ તેઓ મારું કુટુંબ છે. હું અરેક બાબત માટે તેમની સામે જોઉ છું, સલાહથી લઈને ઉજવણી સુધી, તેમના સિવાય કશું જ સંપૂર્ણ નથી. હું માનું છું કે જો તમને તમારા જીવનમાં ખરા મિત્રો મળ્યા છે તો તમે આપોઆપ જ સફળ બનો છો અને તમારું જીવન ખુશ બને છે કારણકે તમે જાણો છો કે તમારી પાસે એવા લોકો છે કે જે તમારા આન્મ્દ અથવા દુ:ખના સમાચાર સાથે તમારી સાથે હોય છે અને તેઓ તેમાં તમારી સાથે સરખા ભાગીદાર હોય છે."