શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (13:27 IST)

MHT દ્વારા ‘ઈન્ટરનેશનલ ગ્રાસરૂટસ કોન્ક્લેવ’નું આયોજન, “Resilient Cities: Women as Changemakers” નો થશે પ્રારંભ

જવાબદાર શહેરીકરણના પ્રચારનું કામ કરતું મહિલા હાઉસિંગ ટ્રસ્ટ તેના 25માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં તા. 20મી નવેમ્બરના રોજ ઈન્ટરનેશનલ ગ્રાસરૂટસ કોન્ક્લેવનુ આયોજન કરી રહી છે. આ કોન્ક્લેવનો વિષય "મારું ઘર, મારું શહેર, મારો અવાજ: પરિવર્તક તરીકે મહિલાઓ" રાખવામાં આવ્યો છે. આ કોન્ક્લેવમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પાયાના સ્તરે કામ કરતી અગ્રણી મહિલા આગેવાનો, શિક્ષણવિદો તથા સમગ્ર ભારત અને વિશ્વમાંથી પ્રતિનિધીઓ સામેલ થશે.
 
મહિલા હાઉસિંગ ટ્રસ્ટના ડિરેકટર બિજલ બ્રહ્મભટ્ટ જણાવે છે કે "આ કોન્ક્લેવ માહિતી તથા સક્સેક સ્ટોરીઝના આદાન-પ્રદાન માટે  મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે. આ કોન્ક્લેવ શહેરી ગરીબ વિસ્તારોમાં પાયાના સ્તરે નિવાસના પડકારો, જવાબદાર શહેરીકરણના પડકારો, અને સર્વિસ ડિલીવરીના પડકારો હલ કરવાનું મહત્વનું સમાવેશી પ્લેટફોર્મ બની રહેશે. આ કોન્ક્લેવમાં છેલ્લા 25 વર્ષની વિકાસયાત્રાની ચર્ચા ઉપરાંત જવાબદાર શહેરીકરણ તરફ  આગળ ધપતાં સ્થાનિક તથા રાજ્ય સરકાર વચ્ચે મહત્વની ભાગીદારી બાબતે જાણકારી અપાશે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સુસંગતતા ધરાવતા અને વ્યાપ વિસ્તારી શકાય તેવાં ઉપાયો તથા સમાનતા અને સાતત્યલક્ષી ભાવિ વિકાસનુ વિઝન અંગે પણ ચર્ચા કરવામાં  આવશે."
 
આ ઉપરાંત કોન્ક્લેવના ભાગ તરીકે 'આપણું અમદાવાદ: સિધ્ધિઓ અને મહત્વાકાંક્ષાઓ’ તથા ‘શહેરોમાં મહિલાઓની ગતિવિધી ' વિષયે પેનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાત્ત્યપૂર્ણ વિકાસના ધ્યેય (SDGs) અંગે મહિલાઓની કામગીરી વિષયે એક ફિલ્મ્ પણ દર્શાવવામાં આવશે. "આ કોન્ક્લેવમાં રાંચી, જયપુર, અમલનેર, દિલ્હી, અને ભોપાલમાં પાયાના સ્તરે કામ કરતા આગેવાનો પોતાના કામ વડે પાયાના સ્તરે જે ફેરફાર કરવામાં સફળ રહ્યા છે તે અંગે પ્રેઝન્ટેશન આપશે."
 
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે દિવસભર ચાલનારા આ કોન્ક્લેવમાં 25 વર્ષના મહત્વના સિમાચિહ્નની ઉજવણી પ્રસંગે હાથ ધરાનારા મહિલા હાઉસિંગ ટ્રસ્ટના વર્ષભર ચાલનારા કાર્યક્રમ “Resilient Cities: Women as Changemakers” નો પ્રારંભ થશે. આ પહેલનો ઉદ્દેશ આવાસોના વિકાસ, જલવાયુ પરિવર્તન સામે ટકી રહેવા અંગે તથા શહેરોમાં સહભાગી આયોજનને પ્રોત્સાહન જેવી જવાબદાર શહેરીકરણ અંગેની બાબતોમાં જાગૃતિ પેદા કરવા પ્રયાસ થશે.
 
એમએચટી માને છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને ખાસ કરીને મહિલાઓની ક્ષમતા વિસ્તારવી જોઈએ. મહિલાઓ તે જ્યાં નિવાસ કરે છે તે શહેરો અને સમુદાયોના સાતત્યપૂર્ણ અને સમાવેશી શહેરી વિકાસના પ્રેરક બની શકે છે. એમએચટી આવી મહિલાઓ સાથે કામ કરી રહી છે અને તે દ્વારા સામાજીક મૂડીનું નિર્માણ કરી તેમનું ટેકનિકલ જ્ઞાનથી સશક્તિકરણ કરી રહી છે અને  રીતે આજીવિકામાં સુધારા તથા જીવનની ગુણવત્તામાં એકંદરે વિકાસ હાંસલ કરી  રહી છે.