રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (10:48 IST)

અમદાવાદ પોલીસે 5 હજાર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નોંધાવી એફઆઈઆર

ગુજરાતની અમદાવાદ પોલીસે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ગુરૂવારે પ્રદર્શન દરમિયામ મચાવેલા ઉત્પાત અને પોલીસ કર્મચારીઓ સાથે મારપીટના આરોપમાં 5 હજાર લોકો વિરુદ્દ ફરિયાદ નોંધી છે. શહેરના શાહ આલમ વિસ્તારમાં પ્રદર્શનકારી હિંસા પર ઉતરી આવ્યા હતા. જેમ અએસીપી સહિત 21 પોલીસ અધિકારી ઘાયલ થઈ ગયા હતા. અહી ભીડને શાંત કરવા પહોંચેલી પોલીસ કર્મચારીઓના વાહનો પર પત્થરમારો કર્યો. એક પોલીસ કર્મચારી ભીડ વચ્ચે ફંસાયો તો તેમને દંડાથી ફટકાર્યો. 
 
 
અમદાવાદમાં ગુરુવારની સાંજે ફાટી નીકળેલી હિંસામાં 21 જેટલાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી પોલીસને ટાર્ગેટ કરી પથ્થરમારો કરાયો હતો. અને ભીડ દ્વારા એક પોલીસકર્મીને ખેંચી જઈ માર મારવામાં આવ્યો હતો. અમદાવાદમાં થયેલ આ હિંસા બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.એમ. સોલંકી આ મામલે ફરિયાદી બન્યા છે.
 
પોલીસે પાંચ હજાર લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસ ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવા જેવી કલમો ઉમેરી ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ મામલે પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન સહતિ 49 આરોપીઓની ધરપકડ કરી છે. અને બાકીનાં અસામાજિક તત્વોને 

અમદાવાદ શાહ આલમ માં થયેલા પથ્થરમારા માં ACP ,PI સહિત PSI અને કોસ્ટબલ સહિત ના લોકો ઘાયલ થયા છે જેમાં 
 
ACP રાજપાલ રાણા
 
ઇસનપુર PI જે એમ સોલકી
 
DCP ઝોન 6 બિપિન આહિરે
 
Psi આઈ એચ ગઢવી

 
Asi યાસીન મિયા
 
કોન્સ્ટેબલ માં 
 
રાજેન્દ્રસિંહ ગંભીર સિંહ
 
શબાના રફીક હુસેન
 
શાબિર ફતેહ મોહંમદ
 
કુલદીપ હરુભા 
અશોક રાઘવ
 
ભારતી પૂજાભાઈ 
 
જાકિરખાન 
 
સહિત ના લોકો ઘાયલ થયા છે

અમદાવાદમાં ગુરુવારની સાંજે ફાટી નીકળેલી હિંસામાં 21 જેટલાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી પોલીસને ટાર્ગેટ કરી પથ્થરમારો કરાયો હતો. અને ભીડ દ્વારા એક પોલીસકર્મીને ખેંચી જઈ માર મારવામાં આવ્યો હતો. અમદાવાદમાં થયેલ આ હિંસા બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.એમ. સોલંકી આ મામલે ફરિયાદી બન્યા છે.
 
પોલીસે પાંચ હજાર લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસ ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવા જેવી કલમો ઉમેરી ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ મામલે પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન સહતિ 49 આરોપીઓની ધરપકડ કરી છે. અને બાકીનાં અસામાજિક તત્વોને પકડી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી છે.