શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (15:59 IST)

જેલમાં બંધ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધશે, હાર્દિક પટેલ પણ જોડાશે

સંજીવ ભટ્ટ હાલ એનડીપીએસ કેસ મામલે પાલનપુર જેલમાં બંધ છે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા જવાની છે. તેમની સાથે કોંગ્રેસનાં હાર્દિક પટેલ પણ જવાનાં છે. આ ઉપરાંત સંજીવ ભટ્ટ માટે દેશવિદેશમાંથી 25 હજાર જેટલી રાખડીઓ આવી છે. આ અંગે હાર્દિક પટેલે કહ્યું છે કે, 'અમને સંજીવ ભટ્ટને મળવા પોલીસ અને તંત્ર સહયોગ આપે તેવી આશા રાખીએ છીએ. ' મહત્વનું છે કે 1996માં બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમના પર ડ્રગ્સનો કેસ થયો હતો. 1996માં ડ્રગ્સ કાંડમાં સંજીવ ભટ્ટનુ નામ ખુલ્યુ હતુ. પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી બાદમાં આ એડવોકેટે હાઈકોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ બોગસ નીકળ્યો હતો. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા હોટલમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો હતો. 2018માં આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. હાલમાં આ કેસમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. 2015માં સંજીવ ભટ્ટનો સીડી કાંડ બહાર આવ્યો હતો. ગુજરાત એફએસએલમાં સીડીની ચકાસણી કરાઈ હતી. આ સીડી કાંડમાં સંજીવ ભટ્ટને નોટીસ પણ મોકલાઈ હતી. આ કેસમાં સંજીવ ભટ્ટે કહ્યુ હતુ કે પોતે નથી પોતાના જેવો છે. બાદમાં સંજીવ ભટ્ટ પર અમદાવાદના નિવાસસ્થાને ગેરકાયદે દિવાલ બનાવી હતી બાદમાં કોર્પોરેશન દ્રારા આ દિવાલનુ ડીમોલીશન કરાયુ હતુ. સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ કોગ્રેસના બેનર પણ ચૂંટણી લડી હતી. શ્વેતા ભટ્ટે નરેન્દ્ર મોદી સામે મણિનગરમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.