રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (17:24 IST)

ડૉ. મનમોહનસિંહ : દેશને આર્થિક વમળમાંથી બચાવ્યો

ભારતના ૧૪મા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ દેશના પ્રથમ એવા વડાપ્રધાન હતા જેમણે વડાપ્રધાન પદે શપથ લેતી વખતે સંસદના એક પણ ગૃહના સ્ભ્ય નહોતા. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. સિંહ પોતાની નમ્રતકર્મઠતા અને કાર્ય પ્રત્યે પ્રતિબધ્ધતા માટે ઓળખાતા હતા.

પ્રારંભિક જીવન : ડૉ. મનમોહનસિંહનો જન્મ ૨૬મી સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. તેમણે સન. ૧૯૪૮માં પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી મેટ્રિકની પરિક્ષા પાસ કરી હતી અને આગળનું શિક્ષણ બ્રિટનના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રાપ્ત કર્યું. સન. ૧૯૫૭માં તેમણે અર્થશાસ્ત્રમાં પ્રથમ શ્રેણીમાં ઓનર્સ સાથે ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ ૧૯૬૨માં તેમણે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયની નુફીલ્ડ કોલેજામાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફીલ. કર્યું. તેમને જીનીવામા6 દક્ષીણ આયોગના મહાસચિવ તરીકે નિમણૂંક મળી હતી. ૧૯૭૧માં ડૉ. સિંહ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સ્લાહકાર તથા ૧૯૭૨માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર પણ રહ્યા હતા.

તેમણે પોતાનું એક પુસ્તક ભારતમાં નિકાસ અને આત્મનિર્ભરતા અને વિકાસની સંભાવનાઓમાં ભારતમાં નિકાસ આધારિત નીતિની નિંદા કરી હતી. પંજબ વિશ્વવિદ્યાલય અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ડૉ. સિંહે શિક્ષક તરીકે કાર્ય કર્યુ જે તેમની એકેડમિક શ્રેષ્ટતા દર્શાવે છે. દરમિયાન તેમણે થોડા વર્ષો સુધી યુએનસીટીએડી સચિવાલયમાં પણ કામ કર્યુ હતું.

રાજનૈતિક જીવન : ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી ડૉ. સિંહે ભારતના નાણા મંત્રી તરીકે કાર્ય કર્યુજે ભારતના આર્થિક ઈતિહાસમાં એક નિર્નાયક સમય તરીકે યાદ કરવામાં આવે છે. જે સમયે સિંહને નાણા મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ સંસદના બન્નેમાંથી એક પણ ગૃહના સભ્ય નહોતા. આર્થિક સુધારાઓને લાગુ કરવામાં તેમની ભૂમિકાની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

તેમણે કેટલાંય આંતરરાષ્ટ્રીય સંગઠ્ઠનો અને સમ્મેલનોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે. રાષ્ટ્રમંડળ પ્રમુખોની બેઠક અને વિયેનામાં યોજાયેલા માનવાધિકાર પરના સંમેલનમાં૧૯૯૩માં સાઈપ્રસમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃતવ પણ કર્યુ હતું. ૧૯૭૨માં તેમને નાણામંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવેલા. ત્યાર પછીના વર્ષોમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષરિઝર્વ બેંકના ગવર્નરવડાપ્રધનના સલાહકાર અને યુ.જી.સી.ના અધ્યક્ષ પણ રહ્યા છે.

૨૦૦૪માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા : તેઓ ૨૨મી મે ૨૦૦૪ થી ૨૬મી મે ૨૦૧૪ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતાં. તેમણે વડાપ્રધાન તરીકે સતત બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેમણે સ્વપ્ને પણ વિચાર્યુ નહોતું કે તેઓ દેશના વડાપ્રધાન પણ બની શકે છે. હકીકતેતે સમયના કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિરોધપક્ષના વિરોધને ધ્યા પર લઈને પોતે વ્ડાપ્રધાન બનવાની ના પાડી અને આ પદ મનમોહનસિંહના ખોળામાં આવી પડ્યું.

પુરસ્કાર અને સન્માન : ડૉ. મનમોહનસિંહ્ને ઘણા પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત થયા છે જેમાં સૌથી મહત્વના સન્માનોમાં ભરતનું બીજુ સર્વોચ્ચનાગરિક સન્માન પદ્મવિભૂષણ (૧૯૮૭)ભારતીય વિજ્ઞાન કોંગ્રેસાનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર (૧૯૯૫)વર્ષના નાણામંત્રી માટેનો એશિયા મની એવોર્ડ (૧૯૯૩ અને ૧૯૯૪)વર્ષના નાણામંત્રી માટેનો યુરો મની એવોર્ડ (૧૯૯૩)કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય (૧૯૫૬)નો એડમ સ્મિથ પુરસ્કારકેમ્બ્રિજની સેંટ જોન્સ કોલેજમાં વિશિષ્ટ દેખાવ માટે રાઈટ પુરસ્કાર (૧૯૫૫) નો સ્માવેશ થાય છે. ડૉ. સિંહને જાપાની નિહોન કિજઈ શિમ્બુન તથા અન્ય સંઘોએ પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ તથા અન્ય કેટલાંય વિશ્વવિદ્યાલયો દ્વારા માનદ પદવીઓ પ્રદાન કરવામાં આવી છે.

વિશેષ : જ્યારે પીવી નરસિંહરાવ દેશના વડાપ્રધાન હતાં ત્યારે દેશની નાણા તિજોરી ચિંતાજનક સ્તર પર નીચુ આવી ગયુ હતું. તેમને ત્યારે એશિયાના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી જાહેર કરવામાં આવ્યા હતાં. સિંહના કાર્યકાળમાં ટુ-જી સ્પેક્ટ્રમ ગોટાળો ખુબ જ ચર્ચામાં આવેલો.