શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 એપ્રિલ 2024 (15:04 IST)

Australia: સિડની મોલમા ચાકુ લઈને દોડ્યો હુમલાવર, ગોળીબાર પણ થયો, ચાર લોકોના મોત અનેક ઘાયલ

sydney attack
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થિત વેસ્ટફીલ્ડ બૉંડી જંક્શન મોલમાં ચાકુબાજી અને ગોળીબારીને કારણે હડકંપ મચી ગયો. ઘટના પર પોલીસનુ અભિયાન ચાલુ છે. ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ઘાયલ થયા છે. જો કે વેસ્ટફીલ્ડ બૉન્ડી જંક્શન મોલ પરિસર સાથે જોડાયેલ ઘટના પર ન્યુ સાઉથ વેલ્સ પોલીસે એક પોસ્ટ શેયર કરી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે બોન્ડી જંકશન પર એક વ્યક્તિ દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો. શનિવારે સાંજે  4 વાગ્યાથી ઠીક પહેલા અનેક લોકોને ચપ્પુ મારવાની રિપોર્ટ પછી તત્કાલીક સેવાઓ માટે બોલાવવામાં આવ્યા અને લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાનો આગ્રહ કરવામાં આવે છે. ઘટનાના સંબંધમાં પૂછપરછ ચાલુ છે અને અન્ય કોઈ વિગત નથી.  
 
 મોલની અંદર બની ગોળીબારની ઘટના
ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે મોલની અંદરથી ફાયરિંગનો અવાજ આવી રહ્યો હતો. ચાર જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત થયાતા. ઘટના બાદ લોકોના ટોળેટોળા આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસના અનેક વાહનો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
 
ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે કર્યુ ટ્વિટ 
 
બોન્ડી જંકશન મોલમાં છરાબાજીની ઘટના પર ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. આમાં અનેક જાનહાનિ નોંધાઈ છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.
 
શુ છે મામલો 
ત્યા હાજર લોકો મુજબ એક વ્યક્તિ મોલની અંદર ચપ્પુ લઈને દોડી રહ્યો હતો, તેણે ચાર લોકો પર પર હુમલો કર્યો. જો કે પોલીસે તેને ઠાર કર્યો છે. પોલીસે મામલાની માહિતી આપતા કહ્યુ કે હાલ ફક્ત એક અપરાધી જ ઘટનામાં સામેલ છે.