શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : સોમવાર, 15 એપ્રિલ 2024 (12:58 IST)

Loksabha Election Samachar - આજે પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે

loksabha election
loksabha election

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારે આજે સોમવારે રાજ્યની કેટલીય બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે.

ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આજે ફોર્મ ભરશે. સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા, પોરબંદરના મનસુખ માંડવિયા, અમદાવદના હસમુખ પટેલ, ભરૂચના મનસુખ વસાવા સહિતના આજે ફોર્મ ભરશે. તો કોંગ્રેસના બનાસકાંઠા બેઠકના ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના રૂત્વિક મકવાણા, જામનગરના ઉમેદવાર જેપી મારવિયા સહિતનાઓ આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરશે.

બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ફોર્મ ભરવાના છે. તેઓ આજે ટ્રેક્ટરમાં બેસીને કોંગ્રેસના સભા સ્થળે આવ્યાં હતા. ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા. ટ્રેક્ટર, બાઈક અને ગાડીઓ સહિતના વાહનોમાં સમર્થકો આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં બેસી સભા સ્થળે જવા રવાના થઈ છે. પાલનપુર ખાતે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે પુના જોડના પુરા પાસે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, ભરતસિંહ વાઘેલા, દિનેશભાઈ ગઢવી, કાંતિભાઈ ખરાડી, લક્ષ્મીબેન કરેણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા છે. ગેનીબેન ઠાકોર 12:39 મીનિટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.