Loksabha Chutani Samchar 2024 - 10 વર્ષમાં ગુજરાતી ચાવાળાએ દેશની ઈકોનોમીને 5 નંબર પર પહોંચાડી દીધીઃ PM મોદી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાને ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં તેમજ સાબરકાંઠામાં હિંમતનગર ખાતે સભાને સંબોધન કર્યું હતું.મોદી આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધી રહ્યાં છે.વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે જનમેદની ઉમટી છે.
સરદારની ભૂમિમાંથી હું જે શિખ્યો છું તે બધુ આજે મને કામ લાગે છે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, મે ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણી લડી પણ ખરી. આજે મારે કહેવુ પડશે કે આપણે ત્યા બપોરે કોઈ સભા કરવી હોયને તો લોઢાના ચણા ચાવવા પડે. સરદારની ભૂમિમાંથી હું જે શિખ્યો છું તે બધુ આજે મને કામ લાગે છે.આપણે હંમેશા કહેતા હતા કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. હવે જ્યારે તમે મને દેશનું સુકાન સોપ્યુ છે ત્યારે મારૂ એક જ સપનું છે કે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસીત ભારત હોવું જોઈએ. 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મારે તમારા આર્શિવાદ જોઈએ છે. આખા દેશમાંથી આર્શિવાદ મળે પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિમાંથી આર્શિવાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય. આજે હું આર્શિવાદ માંગવા આવ્યો છું.
આજે ગરીબો બેંકમાં જઈને કારોબાર કરી રહ્યા છે.
દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું અને દેશે 10 વર્ષ સુધી ભાજપનું રાજ પણ જોયું. તે શાસન કાળ હતો અને આ સેવા કાળ છે કોંગ્રેસના 60 વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં બાથરૂમ ન હતા.બેંકનું રાષ્ટ્રીયકરણ ગરીબોના નામ પણ કરવા છતાં કોંગ્રેસ સરકાર 60 વર્ષ સુધી કરોડો લોકોના બેંક ખાતા પણ ખોલાવી શકી ન હતી. અમારી સરકારે કોરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યાં. આજે ગરીબો બેંકમાં જઈને કારોબાર કરી રહ્યા છે.વર્ષ 2014 પહેલા બોવ મોટા અર્થશાસ્રી દેશના વડાપ્રધાન હતા, જે બાદ મને મોકો મળ્યો, જ્યારે તેઓએ પદ છોડ્યું ત્યારે દુનિયામાં દેશની ઈકોનોમી 11 નંબર પર હતી. જે બાદ આ ચા વાળાએ દેશની ઈકોનોમીને 11 નંબર પરથી 5 નંબર પર પહોંચાડી દીધી
જેના હાથમાં બોમ્બ હતા તેઓના હાથમાં ભીખનો કટોરો છે
વડાપ્રધાને કહ્યું કે, હું આવ્યો તે પહેલા આ દેશમાં બે સંવિધાન ચાલતા હતા, આ સંવિધાનને માથા પર રાખીને નાચવા વારા સાહજાદાએ, તમારી પાર્ટી કોંગ્રેસે દેશમાં સંવિધાન લાગુ થવા ન દીધો,. કાશ્મિરમાં ભારતનું સંવિધાન લાગુ નહોતું થતું. આ સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા પુત્રએ 370ની કલમને જમીનદોસ્ત કરી નાખી અને સરદાર પટેલને સૌથી મોટી શ્રદ્ધાજંલિ અમે આપી છે. મે કાશ્મિરમાં તિરંગો ફરકાવીને સરદાર સાહેબનું સપનું પુરૂ કર્યું છે.જ્યારે આપણા દેશમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે જ્યારે જોઈ ત્યારે બસ પાકિસ્તાન.પણ આજે જોવ પાકિસ્તાનના આંતકનું ટાયર પંક્ચર થઈ ગયું છે.જે દેશ પહેલા આંતકીઓને એક્સપોર્ટ કરતા હતા તે દેશ હવે લોટ લેવા માટે પણ દર દર ભટકી રહ્યા છે, જેના હાથમાં બોમ્બ હતા તેઓના હાથમાં ભીખનો કટોરો છે.