શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 3 જૂન 2020 (12:12 IST)

World Bicycle Day 2020: જાણો આ વિશેષ દિવસનો ઇતિહાસ, સાયકલ ચલાવવાના આ વિશેષ છે ફાયદા

ભારતીય સંદર્ભમાં વાહન તરીકે સાયકલનું મહત્વનું સ્થાન છે. સાયકલ એ શાળા કોલેજથી લઈને કાર્યસ્થળ સુધીની પસંદગીની સવારી છે. સાયકલિંગ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહી પણ તે પર્યાવરણ માટે પણ  ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વર્લ્ડ સાયકલ ડે દર વર્ષે 3 જૂને મનાવવામાં આવે છે.
 
લોકો અંતર કાપવા માટે સાયકલનો ઉપયોગ કરવા પ્રેરાય છે. ખાસ કરીને શહેરોમાં જો બાઇક અથવા અન્ય ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને બદલે સાયકલનો ઉપયોગ કરવામાં આવે તો દરરોજ હજારો લિટર પેટ્રોલનો વપરાશ ઓછો થશે અને શહેરનું પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે. ખાસ કરીને કોરોના સમયગાળામાં સાયકલનું મહત્વ વધુ વધી ગયું છે,  આ સામાજિક અંતરને પણ અનુસરશે અને લોકો સુરક્ષિત રહેશે. આવો, આ વિશેષ દિવસના ઇતિહાસ અને સાયક્લિંગના ફાયદા વિશે જાણો:
 
પહેલો  સાયકલ દિવસ 
 
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018 ના રોજ ઉજવવામાં આવ્યો. ભારતમાં પણ આ દિવસ છેલ્લા બે વર્ષથી ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પરિવહન માટેના એક સરળ, વ્યાજબી, વિશ્વસનીય અને વાતાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોરોના સમયગાળામાં  આ દિવસનુ મહત્વ વધ્યુ છે.
સાયકલનો ઇતિહાસ
 
યુરોપિયન દેશોમાં સાયકલનો ઉપયોગ કરવાનો વિચાર18 મી સદીના અંતમાં જ લોકોના મગજમાં આવી ગયો હતો. જો કે, પ્રથમ વર્ષ 1816 માં, પેરિસિયન કારીગરે તેને એક આકૃતિનુ રૂપ આપ્યુ. તેને હોબી હોર્સ એટલે લાકડીનો ઘોડો કહેવામાં આવતું હતું.
 
પગ વડે ચલાવાતા પૈડલવાળા વ્હીલની શોધ 1865માં પેરિસના લાલિમેંટ(Lallement) એ કરી.  તેને વેલોસિપીડ (velociped) કહેવાય છે. તેને  ચલાવવામાં ખૂબ જ થાક લાગતો હોવાથી તેને હાડતોડ (bone shaker) પણ કહેવાય છે. 
 
વેલોસિપેડની લોકપ્રિયતાને અને વધતી માંગને કારણે,   ઇંગ્લેંડ, ફ્રાન્સ અને અમેરિકાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોએ ઘણા સુધારા કર્યા અને વર્ષ 1872 માં તેને એક સુંદર દેખાવ આપ્યો. તેમાં લોખંડની પાતળી પટ્ટીના તાણયુક્ત વ્હીલ્સ લગાવવામાં આવ્યા હતા. ફ્રન્ટ વ્હીલ 30 ઇંચથી લઈને 64 ઇંચ વ્યાસનું અને પાછળનું વ્હીલ લગભગ 12 ઇંચ વ્યાસનું હતું. તેમા ક્રેંક ઉપરાંત બુલેટ બેરિંગ્સ અને બ્રેક્સ પણ લગાવવામાં આવ્યા હતા. તે આધુનિક સાયકલ કહેવાઈ. આજે વિશ્વભરમાં ઘણા પ્રકારની સાયકલો ઉપલબ્ધ છે.
 
ભારતમાં સાયકલથી વિકાસ 
 
- ભારતમાં સાયકલના વ્હીલ્સે આર્થિક વિકાસમાં ની મહત્વની ભૂમિકા ભજવી.  આઝાદી પછી ઘણા દાયકાઓ સુધી સાયકલ ટ્રાફિકનો મહત્વનો ભાગ રહી.  1960 થી 1990 ના દાયકા સુધી ભારતમાં મોટાભાગના પરિવારો પાસે સાયકલ હતી. તે એક મહત્વપૂર્ણ અને વ્યાજબી સાધન હતું.
 
- ગામડાઓમાં ખેડુતો માટે બજાર સુધી પાકને પહોચાડવાનુ સાધન રહ્યુ જે આજે પણ છે.  તે આજે પણ દૂધ વેચનાર માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે. તે જ રીતે તે મજૂરો માટે પણ તે ઉત્તમ વાહન છે.
- ભારતીય ટપાલ ખાતાની આખી સિસ્ટમ સાયકલથી ચાલતી હતી. આજે પણ પોસ્ટમેન સાયકલ દ્વારા પત્રો વહેંચે છે.
 
સાયકલ ચલાવવાના ફાયદા
 
- દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી સ્થૂળતા, ખાસ કરીને પેટની ચરબી ઓછી થાય છે.
- દરરોજ સવારે સાયકલ ચલાવવીથી તાજી હવા પણ મળે છે અને તમારી ફિટનેસને જાળવી રાખે છે.
- વિશેષજ્ઞ બતાવે છે કે સાયકલ ચલાવવાથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. એક અહેવાલ મુજબ, સાયકલ ચલાવવી ઈમ્યૂન સેલ્સ એક્ટિવ થઈ જાય  છે અને રોગનું જોખમ ઘટાડે છે.
- એક શોધ મુજબ, રોજ 30 મિનિટ સાયકલ ચલાવવાથી વ્યક્તિનુ મગજ સામાન્ય વ્યક્તિ કરતા વધુ સક્રિય રહે છે અને બ્રેન પાવરમાં પણ 15 થી 20 ટકાનો વધારો થાય છે. સાયકલ એ ટ્રાફિકનું ખૂબ સસ્તું માધ્યમ છે.
- તેમાં ડીઝલ અથવા પેટ્રોલની જરૂર નથી અને તે સ્વાસ્થ્ય પણ જળવાય છે. તે પ્રદૂષણ ફેલાતું નથી, તેનાથી પ્રદૂષણ નથી ફેલાતૂ પર્યાવરણ માટે પણ અનુકૂળ છે.