શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 નવેમ્બર 2023 (01:18 IST)

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા, એપીસેન્ટર નેપાળમાં

Earthquake in North India
Earthquake Tremors : દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લગભગ 11.32 કલાકે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 આંકવામાં આવી છે. લખનૌ અને પટનામાં ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. યુપીના મહારાજગંજમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રયાગરાજમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. બીજી તરફ ગોરખપુર અને મિર્ઝાપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.

જાનમાલને નુકશાન નહિ 
હાલમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. ઉત્તર બિહારના અનેક શહેરોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રક્સૌલ, મોતિહારી, બેતિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.