મુંબઈમાં વરસાદ, વાહનવ્યવ્હાર ખોરવાયો
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો હોવાથી હવાઈ, રેલ અને રોડનો વાહનવ્હવ્હાર ખરાબ રીતે પ્રભાવિત થયો. મોડી રાતથી શરૂ થયેલ વરસાદ અત્યાર સુધી ચાલુ છે. દક્ષિણ મુંબઈમાં વરસાદની અસર વધુ દેખાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાય ગયુ છે. લોકોને આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકલ ટ્રેનો 10-15 મિનિટ મોડી ચાલી રહી છે. રન વે પર પાણી ભરાય જવાથી હવાઈ મથકો પણ રદ્દ કરી દેવામાં આવી છે.