શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: સોમવાર, 5 માર્ચ 2018 (17:17 IST)

The Shape Of Water - જાણો ઓસ્કર એવોર્ડ જીતનાર આ ફિલ્મની સ્ટોરી

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશમાં કદાચ આ સમયની સૌથી મોટી લડાઈ ઓળખની છે . જ્યા પોતાની ઓળખને ઉપર કે બીજા પર થોપવાની કોશિશ કરવામાં આવી રહી છે. મૈક્સિકોથી લઈને ભારતના ઉત્તર પૂર્વમાં ગોરખાલેંડની માંગ કરનારાઓ સુધી.  આવામાં મૈક્સિકોના ડાયરેક્ટર ગીએર્મો ડેલ ટોરોની ફિલ્મ ધ શેપ ઓફ વોટર ના ઓસ્કર એવોર્ડ્સના 13 નોમિનેશનમાં છવાય જવુ અને બેસ્ટ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ જીતવો સ્વભાવિક છે. 
 
જે લોકોએ આ ફિલ્મ નથી જોઈ તેમના મનમાં સવાલ ઉભો થતો હશે કે આ ફિલ્મમાં એવુ તો શુ છે કે તેને આટલા ઓસ્કર એવોર્ડ મળ્યા.. શુ છે એ ફિલ્મ ધ શેપ ઓફ વોટરની સ્ટોરી ?
ધ શેપ ઓફ વોટરની સ્ટોરી 
 
ફિલ્મની સ્ટોરી 1960ના સમયની છે. જ્યારે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યુ હતુ. ફિલ્મના મુખ્ય પાત્ર એલિસા (સૈલી હૉકિંસ) ગૂંગી છે. જે બલ્ટીમોરની એક ગુપ્ત હાઈ સિક્યોરિટી સરકારી લૈબમાં સફાઈનું કામ કરે છે. 
 
આ લૈબમાં એલિસા સાથે જેલ્ડા (ઓક્ટેવિલા સ્પેંસર)પણ કામ કરે છે. જેલ્ડા ઉપરાંત પડોસમાં રહેનારા કલાકાર જાઈલ્સ (રિચર્ડ જેનકિન્સ) ને જાણે છે આ બે જ લોકો એલિસાના પોતાના છે. 
 
આ લોકોના ભૂતકાળની સ્ટોરીની ઝલક પણ ફિલ્મમાં જોવા મળે છે. જે લેબમાં એલિસા કામ કરે છે ત્યા એક વૈજ્ઞાનિક ડોક્ટર હાફસ્ટેટલર (માઈકલ સ્ટૂલબર્ગ) પણ છે. ડોક્ટર હાફસ્ટેટલર અસલમાં રૂસી જાસૂસ હોય છે. 
ફિલ્મનો પાંચમો અને સૌથી મહત્વનુ પાત્ર બાકી સૌથી જુદુ છે. આ પાંચમુ પાત્ર છે લેબના એક ટૈંકમાં રહેનારા જળીય જીવનુ.  આ પાત્રને ભજવ્યુ છે ડગ જોન્સે.
 
આ જળીય જીવ જીંદગી અને ભાવનાઓને સમજે છે અને જાણે છે. ફિલ્મમાં એક ડાયલોગ છે જેને એલ્સિઆ સંકેત દ્વારા કહે છે. 
 
જ્યારે એ મને જુએ છે અને જે રીતે એ મને જુએ છે ત્યારે એ નથી જાણતો કે મારામાં શુ કમી છે. કે હુ કેવી રીતે અધૂરી છુ.  એ મને એ જ રીતે જુએ છે જેવી હુ છુ. 
 
આ જળીય જીવને એક નદીમાંથી આર્મી ઓફિસર (માઈકલ શૈનન) પકડીને બંદી બનાવી લે છે.  આ જીવ વિશે ફિલ્મમાં એ બતાવાય છે કે એ નદીના કિનારે વસેલા કબીલાઓના દેવતા છે. 
 
દેખીતુ છે કે આ જીવને લૈબમાં ટોર્ચર કરવામાં આવે છે. આ જળીય જીવ સાથે એલિસાની નિકટતા વધે છે અને ફિલ્મની સ્ટોરી આગળ વધે છે. 
 
એલિસા ફિલ્મમાં આ જળીય જીવને બચાવવાની કોશિશ કરતી દેખાય છે. આ કોશિશ ક્યારેય આ જળીય જીવને પોતાના બાથટબમાં સંતાડે છે તો ક્યારેક કંઈક બીજે.