શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2022 (10:49 IST)

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ કહ્યું, ખર્ચના 75 લાખ ક્યાંથી લાવું, ગુજરાતને રાષ્ટ્રવિરોધી પાર્ટી પસંદ નહીં આવે

Kanchan Jariwala
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ગુજરાતની સુરત (પૂર્વ) સીટ પરથી તેના ઉમેદવારનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેનું નામાંકન પાછું ખેંચવાની ફરજ પાડવામાં આવી હતી એવો આરોપ લગાવ્યો હતો, પરંતુ ઉમેદવાર કંચન જરીવાલાએ થોડી જ વારમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે પાર્ટી દ્વારા બૂથ મેનેજમેન્ટ માટે પૈસાની માંગણીને લઈને ઉભા થયેલા તણાવથી કંટાળીને ઉમેદવારી ન કરવાનું નક્કી કર્યુ હતું.

ઉમેદવાર કંચન જરીવાલા એમ પણ કહે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું નથી અને તેમણે પોતાના દિલના અવાજને પગલે  ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, કારણ કે તેના મતવિસ્તારના લોકો AAP (આમ આદમી પાર્ટી)ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હોવાને કારણે  તેમને દેશ વિરોધી અને ગુજરાત વિરોધી કહેવા લાગ્યા હતા.તેમણે કહ્યું હતું કે, મારું કોઈએ અપહરણ કર્યું નથી. સોશિયલ મીડિયામાં ખોટી વાતો ઉડી રહી હતી. મંગળવારનો દિવસ મારા માટે ખુબજ ભારે હતો. એક સાથે પાર્ટીના અનેક ઉમેદવારો ઘરે આવી રહ્યા હતા. એક જ વાત કહી કહ્યા હતા કે તમારે ઉમેદવારી પાછી ખેંચવાની શી જરુર છે. આખો દિવસ ઉમેદવારોને ઘર પર ધસારો રહ્યો હતો. હું માનસિક તણાવમાં આવી ગયો હતો. તેને લઈને હું બહાર આવતો ન હતો મારું નામ રદ થવાનું હતું એટલે હું દોડધામમાં લાગ્યો હતો. એફિડેવીટ રજૂ કરવાની હતી. એક તરફ વકીલ ઘરે આવે અને બીજી તરફ પાર્ટીના કાર્યકરો ફોન કર્યા કરે. તેમાંય ઘણાં તો ઘરે મળવા આવ્યા હતા. આ દરમિયાન મારો ફોન કોણ લઈ ગયું. ફોન ક્યાં છે તેની મને કંઈ ખબર જ ન પડી. તેમાં જ મારો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હશે. એટલે હું કોઈનો સંપર્ક પણ નથી કરી શક્યો.

કંચન જરીવાલા જરીના કામ સાથે જોડાયેલા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તેઓ વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અંદાજે 14,000 જેટલા મતો મેળવ્યા હતા અને આખી પેનલ જે કોંગ્રેસની હતી તે હારી ગઈ હતી. અગાઉ પણ તેઓ વર્ષો પહેલા જનતા દળમાંથી કોર્પોરેશનમાં લડ્યા હતા અને અપક્ષમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા.