શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 જૂન 2022 (18:12 IST)

સિસ્ટમને કારણે મહિલા મા બનવાથી વંચિત રહી

મધ્યપ્રદેશમાં સરકારી સિસ્ટમને કારણેએક ગર્ભવતી મહિલા મા બનવાથી વંચિત રહી ગઈ. ઘણી આશા સાથે ગર્ભવતી મહિલાએ પોતાની કોખમાં 9 મહિના સુધી એ સુખને પોષ્યું, જે તેને પુત્ર કે પુત્રી તરીકેમળવાનું હતું, પરંતુ જ્યારે પ્રસવ પીડા ઊપડીત્યારે સિસ્ટમે કદી ન ભૂલનારી પીડા મહિલાને આપી. આ મહિલા જ્યાં રહે છે એ ગામમાંરસ્તો નથી,જેના કારણે તેને ખાટલામાં નાખીને પહેલા એમ્બ્યુલન્સસુધી અને પછી હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ આ દરમિયાન ઘણું મોડું થઈગયું હતું,જેને કારણે મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો. આ મહિલા મંડલાનાબેહરા ટોલા ગામની રહેવાસી છે. ગુરુવારે સુનિયા મરકામ નામની આ મહિલાને પ્રસવ પીડાઊપડી, એ બાદ પરિવારે 108 એમ્બ્યુલન્સને ફોનકર્યો
 
એમ્બ્યુલન્સના કર્મચારી સુનિયાના ઘરેપહોંચ્યા. તેમણે તેમને ખાટલામાં સૂવડાવી અને પરિવારની મદદથી ત્રણ કિલોમીટર પગપાળાચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા.જબલપુર રેફર કરી, ત્યાં થઈ ડિલિવરીએ બાદ સુનિયાનેજિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવી. રાત્રે સ્થિતિ ગંભીર બનતાં જબલપુર રિફર કરવામાંઆવી, જ્યાં સુનિયાની ડિલિવરી થઈ, પરંતુ બાળક મૃત પેદા થયું. ત્યારે હવે આ ગર્ભવતી મહિલાને ખાટલામાં નાખીનેપગપાળા લઈ જતો વીડિયો સામે આવ્યો છે. ગામની આશા કાર્યકર્તાએ જણાવ્યું કે સુનિયાને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હતી.
 
આ મામલે કલેક્ટરે શું કહ્યું?આ મામલે કલેક્ટરહર્ષિકા સિંહનું કહેવું છે કે ગર્ભવતી જે ગામની છે એ પહાડની ઉપર આવેલું છે