શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2017 (16:22 IST)

હાર્દિક અને લાલજી પટેલ વિરૂદ્ધ બીનજામીન લાયક ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું

ઉત્તર ગુજરાતના વિસનગરમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે નોંધાયેલા ગુનામાં બીનજામીન લાયક વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યુ છે, આ વોરંટના આધારે પોલીસ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. એક તરફ ભાજપ સરકાર દાવો કરી રહી છે પાટીદારો સામે નોંધાયેલા તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે, પણ ભાજપના દાવા ખોખલા સાબીત થઈ રહ્યા છે. જો રાજ્ય સરકાર દ્વારા પોલીસ કેસા પાછા ખેંચી લેવામાં આવ્યા હોત તો તે અંગે નિયમ પ્રમાણે કોર્ટને પણ જાણ કરી દેવામાં આવી હોત, પણ તેવું થયુ નથી. જેના કારણે વિસનગરમાં તોડફોડના કેસમાં છેલ્લી ત્રણ મુદતથી ગેરહાજર રહેનાર હાર્દિક અને લાલજી સામે વોંરટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. એક તરફ પાસના નેતાઓને ભાજપમાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા પણ મહેસાણાના નરેન્દ્ર પટેલે ભાજપે એખ કરોડમાં સોદો કર્યો હોવાની જાહેરાંત કરી વાત બગડી હતી, ત્યારા બાદ હાર્દિક અને રાહુલ ગાંધી વચ્ચે થયેલી મુલાકાત બાદ દબાણમાં આવી ગયેલી સરકારે હાર્દિકને ફરી જેલમાં મોકલી આપવાનો તખ્થો ઘડયો છે.