શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 20 એપ્રિલ 2022 (13:05 IST)

kitchen hacks - દૂધમાં રોટલી જેવી જાડી મલાઈ જમાવવી છે તો અપનાવો આ 5 દેશી હૈક્સ

milk malai
મોટેભાગે લોકોની એ સમસ્યા હોય છે કે સારા ક્વોલિટીનુ દૂધ હોવા છતા પણ તેમા જાડી મલાઈ નથી જામતી. જ્યારે કે ઘણા લોકો 500 ગ્રામ દૂધમાં પણ સારી એવી મલાઈ કાઢીને દર અઠવાડિયે ઘરમાં જ ઘી બનાવે છે.  એટલુ જ ન હી જાડી મલાઈ માટે લોકો ફુલ ક્રીમ મિલ્ક પણ લે છે. પણ જ્યારે મલાઈ કાઢવાની વાત આવે છે તો પાતળી અને ઓછી માત્રામાં જ નીકળી શકે છે.  ઉલ્લેખનીય છે કે દૂધમાં જાડી મલાઈ જમાવવાના કેટલાક સરળ ટ્રિક્સ  અને હૈક્સ છે જેને વરસોથી દાદી-નાની અજમાવતા રહ્યા છે. આ હૈક્સ આજે પણ મીઠાઈની દુકાનોમાં અપનાવાય છે.  આ દેશી હૈક્સની મદદથી તમે પણ ઘરમાં જ જાડી મલાઈ કાઢવા માંગતા હોય તો કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ પડશે.  મતલબ દૂધની ક્વાલિટી, દૂધને ઉકાવાની યોગ્ય રીત અને તેને સ્ટોર કરવા માટે કેટલા પસંદગીના વાસણો વગેરે. તો આવો જાણીએ જાડી મલાઈ કાઢવાના દેશી હૈક્સ. 
 
દૂધમાંથી આ રીતે કાઢો જાડી મલાઈ 
 
ફુલ ક્રીમ મિલ્કનો કરો પ્રયોગ 
જો તમે જાડી મલાઈ ઈચ્છો છો તો સારુ રહેશે કે તમે એવુ દૂધ લો જેમા વધુ ફૈટ હોય. આ માટે તમે ટૉંડ મિલ્ક કે ગાય ના દૂધને બદલે ફુલ ક્રીમ મિલ્ક લો તો તેમા મલાઈ જાડી નીકળશે. 
 
આ રીતે ઉકાળો દૂધ 
મોટેભાગે લોકો દૂધને ફ્રિજમાંથી કાઢીને સીધુ ઉકાળવા મુકી દે છે. પણ તમને બતાવી દઈએ કે આવુ કરવાથી દૂધમાં મલાઈ સારી રીતે નીકળતી નથી. સારુ રહેશે કે ઉકાળવાના લગભગ 20 મિનિટ પહેલા તેને સામાન્ય તાપમાનમાં મુકો. ત્યારબાદ જ ઉકાળો 
 
ગરમ દૂધ ઢાંકો નહી 
જ્યારે પણ દૂધને ઉકાળો તો ઉકાળ્યા પછી તેને એકદમ ઢાંકીને ન મુકો. તેને બદલે તમે જાળીવાળુ ઢાંકણુ કે ચાયણીથી ઢાંકી દો. પ્લેટથી ત્યારે જ ઢાંકો જ્યારે દૂધ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય. આવુ કરવાથી 
રાતભરમાં દૂધ પર જાડી મલાઈની પરત જામી જશે. 
 
ઉકાળતી વખતે ચમચીથી હલાવતા રહો 
દૂધ જ્યારે ઉકળવા માંડે તો ગેસનો તાપ ઓછો કરી દો અને ચમચી કે કડછીની મદદથી તેને સતત હલાવતા રહો. આવુ તમે 4 થી 5 મિનિટ સુધી કો. તમે જોશો કે ધીરે ધીરે બબલ્સ ઓછા થવા માંડે છે. પછી તાપ બંધ ક રી લો. રૂમ ટેમ્પરેચર પર આવ્યા બાદ તેને ફ્રિજમાં મુકો.  તમે સાચે જ જોશો કે તમારા દૂધ પર રોટલી જેવી જાડી મલાઈ જામશે. 
 
માટીના વાસણમાં કરો સ્ટોર 
જ્યારે દૂધ રૂમ ટેમ્પરેચર પર આવ્વી જાય તો તેને માટીના વાસણમાં કાઢીને મુકો. આવુ કરવાથી પણ દૂધ ઘટ્ટ થઈ જાય છે અને તેના પર સારી મલાઈ જામે છે.