શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હીઃ , ગુરુવાર, 31 માર્ચ 2022 (14:03 IST)

PAN-Aadhaar Link કરવાને લઈને આવ્યા ગુડ ન્યુઝ, લિંક કરવાની તારીખ આગળ વધી પણ સાથે મુકી છે એક શરત

જે લોકોએ હજુ સુધી પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેમના માટે સારા અને ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે સરકારે હવે પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે, પરંતુ સાથે સાથે એક શરત પણ મૂકી છે, જે તમારા ખિસ્સા પર ભારે પડશે.
 
સરકારે આપ્યો 1 વર્ષનો સમય 
જો તમે PAN-આધારને લિંક નથી કરાવ્યું તો હવે તમને આ કામ કરવા માટે આખું વર્ષ મળશે. સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ 2023 કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT), આવકવેરા વિભાગની સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થાએ પણ PAN-આધારને લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવવાની સૂચના જારી કરી છે. આ પહેલા પણ સરકારે PAN-આધાર લિંક કરવાની સમયમર્યાદા 3 વખત વધારી છે.
 
..પરંતુ હવે આ સેવા મફતમાં નહીં મળે
CBDT એ  PAN Card  સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે, પરંતુ આધાર-પાન લિંક કરવાના કામ માટે 500 રૂપિયાની ફી પણ લાદી છે. જ્યારે અત્યાર સુધી આ કામ મફતમાં થતું હતું. એટલે કે, 31 માર્ચ, 2022 સુધી આધાર-પાન લિંક નહીં થયા પછી પણ, પાન કાર્ડ આગામી એક વર્ષ સુધી કોઈપણ સમસ્યા વિના કામ કરવાનું ચાલુ રાખશે. પણ આ દરમિયાન આધાર પૈન લિંક કરાવવા માટે તમારે 500 રૂપિયા આપવા પડશે. આ નવી શરત મુજબ એ એપ્રિલ 2022થી લઈને 30 જૂન 2022 વચ્ચે તમારુ  PAN-Aadhaar Link કરાવવા માટે 500 રૂપિયાનો ચાર્જ અને ત્યારબાદ આ કામ માટે 1000 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. 
 
PAN કામ કરવાનું ચાલુ રાખશે
જે લોકોના પાનકાર્ડને અત્યાર સુધી આધાર સાથે લિંક કરવામાં નથી આવ્યું, તેઓ CBDTની આ નવી વ્યવસ્થા બાદ તેઓનું પાનકાર્ડ 31 માર્ચ 2023 સુધી કામ કરવાનું ચાલુ રાખશે. આ રીતે ઈન્કમટેક્સ રિટર્ન ભરવાથી લઈને રિફંડ મેળવવા સુધી પહેલાંની જેમ જ તેનો ઉપયોગ કરી શકાશે.