શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (11:19 IST)

રોકેટ લોન્ચથી થશે ટેક ફેસ્ટનો પ્રારંભ, રોબો વૉર, કોડ હંટ જેવી રમતોની માણી શકશો મજા

અમિરાજ કોલેજ ઓફ એન્જીન્યરિંગ એન્ડ ટેકનોલોજી  આગામી શુક્રવાર  અને શનિવારે  સવારના 9-00 કલાકથી “ડેક્સટ્રા  2020-અમિરાજ ટેક-ફેસ્ટ”નુ આયોજન કરી રહી છે. ટેક ફેસ્ટની ત્રીજી એડીશનનો પ્રારંભ રોકેટ લોન્ચથી થશે. તે પછી રોકેટ સાયન્સ અંગે વર્કશોપ યોજાશે. આ ફેસ્ટીવલમાં રોબો વૉર, કોડ હંટ, બોબ ધ બીલ્ડર, સી-રેસ અને ઘણી બધી રમતો સહિત 22 જેટલા ટેકનિકલ અને નોન-ટેકનિકલ સમારંભો યોજાશે. અને તેમાં સમગ્ર ગુજરાતમાંથી 2,000 જેટલા વિદ્યાર્થી  તેમનુ  ટેકનિકલ કૌશલ્ય અને સ્પર્ધા ક્ષમતા એક જ મંચ ઉપર દર્શાવશે.
 
આ ટેક ફેસ્ટ પ્રસંગે અમિરાજ ઈનોવેશન લેબનો પણ પ્રારંભ કરાશે અને તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમિરાજ ખાતે પ્રેકટિકલ શિક્ષણનુ નિદર્શન કરાશે. (આઈઓટી એનેબલ્ડ)  અમિરાજ ઈનોવેશન લેબનો પ્રારંભ કોલેજમાં રિસર્ચ સેલને સહયોગ પૂરો પાડશે અને વિવિધ વિદ્યાશાખામાં નવતર પ્રકારના ટેકનિકલ કન્સેપ્ટ માટે પ્લેટફોર્મ પૂરૂ પાડશે. અમિરાજ ઈનોવેશન લેબ વોઈસ કમાન્ડ સિસ્ટમ, મોશન એક્ટિવેટેડ કેમેરા, રેકોર્ડર્સ, સિક્યરિટી સિસ્ટમ્સ, કનેકટિંગ ડિવાઈસીસ,  ઈન્ડસ્ટ્રીયલ સેન્સર્સ, રડાર, કન્ટ્રોલર્સ, સેન્સર્સ, હાર્ટબીટ, ટેમ્પરેચર મોનિટરીંગ અને વિડીયો વૉલ જેવાં મહત્વનાં ફીચર્સથી સજજ છે.
 
અગાઉની એડીશન્સની જેમ જ આ ટેક ફેસ્ટમાં  યુવાનો, કંપની જગત, અધ્યાપક ગણ વગેરે બોક્સ ક્રિકેટ, પબજી, ડીજે ઈવનીંગ્સ અને લાઈવ બેન્ડ પરફોર્મન્સ જેવા મનોરંજક કાર્યક્રમોમાં સામેલ થશે. વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં રૂ. 70,000 સુધીનાં ઈનામો પણ જીતી શકશે.