શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 એપ્રિલ 2022 (14:55 IST)

3 વર્ષે LRD આંદોલનનો અંત આવ્યો, રાજ્ય સરકારે ઉમેદવારોની માંગ સ્વીકારી, 2 દિવસમાં પરિપત્ર જાહેર કરાશે

sanghavi
રાજ્યમાં હાલ LRDની ભરતી પરીક્ષાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના માટે 10મી એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી LRD ઉમેદવારો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે આ ઉમેદવારોની બેઠક યોજાઈ હતી, જેનો હકારાત્મક નિર્ણય આવ્યો છે.

રાજ્ય સરકારે ઉમેદવારોની મુખ્ય માંગણી સ્વીકારી લીધી છે અને 2 દિવસમાં આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે.હર્ષ સંઘવીએ આ વિશે કહ્યું હતું કે, 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક 12,198 જગ્યા પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેનું પરિણામ 2020માં આવ્યા હતું પરંતું વેઈટિંગ લિસ્ટ બનાવાયું નહોતું. સરકારને મળેલી વિવિધ રજૂઆતોને લઈને ઉમેદવારોને હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવવાનો ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.



LRD ઉમેદવારોની 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગણી છે અને તેને લઈને તેમનું આંદોલન ચાલી રહ્યું છે. 2018માં યોજાયેલી ભરતીમાં પરીક્ષા આપનારા ઉમેદવારો માટે 6 ડિસેમ્બર 2109ના રોજ તત્કાલિન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ 20 ટકા વેઈટિંગ લિસ્ટ આપવાની જાહેરાત કરી હતી. જોકે હજુ સુધી તે આપવામાં આવ્યું નહોતું.સરકાર દ્વારા આ મામલે વારંવાર માત્ર આશ્વાસન અપાતા ઉમેદવારો આંદોલન પર હતા. છેલ્લા 3 વર્ષથી આંદોલન કરી રહેલા 100 જેટલા ઉમેદવારોને સરકાર દ્વારા વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવામાં આજે બપોરે તેમની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાશે. આ બાદ સરકાર દ્વારા 20 ટકા વેઈટિંગ લિસ્ટ ખોલવા જાહેરાત કરી શકાય છે. ઉમેદવારોને આશા છે કે આ વખતે સરકાર દ્વારા તેમની માંગણીનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.