શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : બુધવાર, 31 ઑગસ્ટ 2022 (08:54 IST)

Ganesh Chaturthi 2022: આજે ગણેશ ચતુર્થી, જાણો પૂજા વિધિ શુભ મુહૂર્ત અને સામગ્રીનુ લિસ્ટ

Ganesh Chaturthi 2022 Date:   ભગવાન ગણેશ સંપત્તિ, વિજ્ઞાન, જ્ઞાન અને સમૃદ્ધિના દેવ છે. તમામ નવી શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે કારણ કે તે વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. ભગવાન ગણેશને એકદંત, ગજાનન, સિદ્ધિ વિનાયક, ધમ્રકેતુ જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. જાણો આ વર્ષે 
ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત 
 
ચતુર્થી તિથિનો પ્રારંભઃ 30 ઓગસ્ટ 2022 બપોરે 03:33 વાગ્યે
ચતુર્થી તારીખ સમાપ્ત  31મી ઓગસ્ટ 2022 બપોરે 03:22 વાગ્યે
ગણેશ ચતુર્થી ઉપવાસની તારીખ: 31 ઓગસ્ટ, 2022
શુભ મુહુર્ત 31 ઓગસ્ટ - સવારે 11.05 વાગ્યાથી બપોરે 01.38 વાગે
રવિ યોગ 31 ઓગસ્ટ - સવારે 05. 58 મિનિટથી બપોરે 12.12 વાગ્યા સુધી 
 
ગણેશ ચતુર્થી પૂજા વિધિ 
 
- ગણેશ ચતુર્થીના દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને ઘરના મંદિરમાં દિવો પ્રગટાવો. 
- હવે વ્રતનો સંકલ્પ લો. 
-  આ દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો 
- . ભક્તોએ પોતાની ઈચ્છા મુજબ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. 
- આ પછી ગંગાજળથી મૂર્તિનો અભિષેક કરો. 
- હવે ભગવાન ગણેશને ફૂલ અને દુર્વા અર્પણ કરો. 
- ભગવાન ગણેશને દુર્વા ઘાસ ખૂબ પ્રિય છે.
- એવું માનવામાં આવે છે કે દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. 
- ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને સિંદૂર લગાવો અને તેમના મનપસંદ ભોગ મોદક અથવા લાડુ ચઢાવો.
-  પૂજાના અંતે, આરતી કરીને ભગવાન ગણેશની પૂજા કરો અને તેમની ક્ષમા માટે પ્રાર્થના કરો. અંતમાં પ્રસાદ વહેંચો.
 
ગણેશ ચતુર્થી પૂજા સામગ્રીની લિસ્ટ 
 
ભગવાન ગણેશની પ્રતિમા
લાલ કાપડ, દોરો
દુર્વા, કળશ
નાળિયેર, કંકુ
પંચામૃત, લાલ નાડાછડી 
પંચમેવા, ગંગાજળ