રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (00:41 IST)

Putrada Ekadashi 2023 : પુત્રદા એકાદશી પર કરો આ દાન, આખુ વર્ષ સંતાન માટે રહેશે શુભ

Putrada Ekadashi 2023
Putrada Ekadashi 2023:  પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે. વિષ્ણુ પુરાણ મુજબ જે લોકો સંતાંન સુખથી વંચિત રહે છે કે પછી જેમની સંતાન અજ્ઞાની કે જીદ્દી હોય તેમણે આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. જે વ્યક્તિ આ વ્રત કરે છે તેમની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને સંતાનનુ સુખ જીવન સુખોથી ભરાય જાય છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈપણ વ્રત ન રાખી શકે અને ફક્ત અગિયારસનુ વ્રત કરી લે તો તે  હજારો વર્ષ તપસ્યાનુ ફળ પ્રાપ્ત કરી શકે છે.   
 
પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય -  Do these measures on the day of Putrada Ekadashi 
 
કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ક્યારેય પણ પોતાના ભક્તોની પૂજા નિષ્ફળ નથી જવા દેતા અને એકાદશીનો દિવસ તેમનો સૌથી પ્રિય દિવસ થઈ જાય છે. જે પણ વ્યક્તિ આ દિવસે વિષ્ણુજીના આ ઉપાયો કરે છે તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને અંત સમયમાં તેને સ્વયં ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને લેવા આવે છે. image 3 and 4 
 
1 સંતાન પ્રાપ્તિ માટેઃ  
 
 
જો વિવાહિત કપલને સંતાનનું સુખ ન મળતું હોય તો પુત્રદા એકાદશીના દિવસે તાજા પીળા ફૂલની માળા બનાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને એકસાથે અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ખાલી ખોળો ભરી દે છે.  
 
આ દિવસે  શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવી જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ.  
Krishna Mantra - “ૐ ક્લીં દેવકી સુત ગોવિન્દ વાસુદેવ જગત્પતે   
 
2 સંતાનના કરિયર માટે -  
 
જો સંતાનનો પ્રોગ્રેસ કરવા માંગો છો તો આજના દિવસે વિષ્ણુજીની પૂજા પછી સંતાનના મસ્તક પર ચંદનન તિલક લગાવવુ જોઈએ અને સાથે જ ગરીબ લોકોને પીળા વસ્ત્રનુ દાન કરવુ જોઈએ. કારણ કે ભગવાન નારાયણને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. 
 
3. આર્થિક સમસ્યા દૂર કરવા માટે - 
 
 ભગવાન વિષ્ણુની મહિમાનો કોઈ અંત નથી. સંતાન ઉપરાંત પણ જોઈ કોઈ વ્યક્તિ કોઈ સમસ્યાથી પરેશાન છે તો આજના દિવસે તેને તુલસીના છોડ સામે ઘી નો દિવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. આવુ કરવાથી કેટલી પણ મોટી સમસ્યા હોય તે બધી ભગવાનની કૃપાથી દૂર થઈ જાય છે.