શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :જર્મની. , બુધવાર, 9 ઑગસ્ટ 2017 (16:09 IST)

Video - મરઘીના ઈંડામાં Pesticide Fipronil

હોલેંડ અને બેલ્જિયમમાં મરધીના લાખો ઈંડા ફેંકવામાં આવી રહ્યા છે... ઈંડામાં એકવાર ફરી ખૂબ જ ઝેરીલા કીટનાશક જોવા મળ્યા છે. જર્મનીની સૌથી મોટુ સુપર માર્કેટ ચેનોમાં સામેલ આલ્ડીએ પોતાના સૈકડો સ્ટોરમાંથી બધા ઈંડા પરત મંગાવવાનું એલાન કર્યુ છે..  બેલ્જિયમ અને હોલેંડમાં પણ આ જ હાલત છે.. ત્રણેય દેશોમાં ઈંડામાં ફિપ્રોનિલ નામનુ એક ખૂબ જ ઝેરીલુ કીટનાશક જોવા મળ્યુ છે. 
 
ફિપ્રોનિલનો ઉપયોગ જાનવરોને જુ, અને માખીથી આરામ અપાવવા માટે કરવામાં આવે છે. આ રસાયણ લોહી ચૂસનારા આ જંતુઓને મારી નાખે છે.
 
જો માણસના શરીરમાં જો વધુ પ્રમાણમાં ફિપ્રોનિલ જતુ રહે તો તે લીવર કિડની અને થાયરોઈડ ગ્રંથિને નુકશાન પહોંચાડી શકે છે. આ ચેતાવણી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠેન આપી છે. કેટલાક મામલામાં ઉલટી.. ચક્કર અને પેટના નીચાના ભાગમાં દુખાવાની ફરિયાદ પણ સામે આવી છે. 
 
છ વર્ષની અંદર આવુ બીજી વાર બન્યુ છે કે જ્યારે યૂરોપના પોલ્ટ્રી ફાર્મમાં આવુ સંકટ જોવા મળી રહ્યુ છે. 
 
ફિપ્રોનિલના કારણે હોલેંડમાં 150થી વધુ પોલ્ટ્રી ફાર્મ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. જર્મનીના કૃષિ મંત્રાલયનુ અનુમાન છે કે હોલેંડથી 30 લાખ ઈંડા જર્મન બજાર સુધી પહોંચ્યા છે. જર્મનીના 16માંથી 12 રાજ્યોમાં આ ઈંડા પહોચ્યા છે.