શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જુલાઈ 2022 (18:02 IST)

લઠ્ઠાકાંડ - શુ હોય છે લઠ્ઠો(દેશી ઝેરી દારૂ) જે બની જાય છે મોતનુ કારણ... આ કેવી રીતે બને છે અને તેને પીવાથી કેમ થાય છે મોત ?

alcohol
એકવાર ફરી લઠ્ઠાકાંડને (ઝેરી દારૂના)  કારણે મોતની ઘટના સમાચારમાં છે. આ વખતે આ ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતના બોટાદ જિલ્લામાં નકલી દારૂના સેવનથી 30   લોકોના મોત થયા છે.  સાથે જ સમયે, 40 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ પહેલા પણ અલગ-અલગ રાજ્યોમાં નકલી દારૂના કારણે અનેક લોકોના મોતની ઘટનાઓ સામે આવી છે. પરંતુ, પ્રશ્ન હંમેશા ઉભો થાય છે કે આખરે ઝેરી દારૂ શું છે? તે કેવી રીતે બને છે અને તેમાં શું થાય છે કે લોકો તેને પીવાથી મૃત્યુ પામે છે.
 
આવી સ્થિતિમાં આ બધા સવાલોના જવાબ જાણો અને તમને જણાવો કે આ દારૂના કારણે લોકો કેવી રીતે મૃત્યુ પામે છે.
 
શુ હોય છે દેશી દારૂ એટલે લઠ્ઠો ?
 
આ એ ક એવો દારૂ છે જે ગેરકાયદેસર રીતે લોકો સુધી પહોંચે છે. ઘણા લોકો તેને દેશી દારૂ પણ કહે છે, પરંતુ એવું નથી. દેશી દારૂ બનાવવા માટે અલગ લાયસન્સ હોય છે અને તે કાયદેસર રીતે વેચાય છે. પરંતુ જે દારૂને ઝેરી દારૂનું નામ આપવામાં આવે છે અથવા જે પીવાથી ઘણા લોકોના મૃત્યુ થાય છે, તે કાયદેસર નથી. 
તમે તેને કાચો દારૂ પણ કહી શકો છો, જે ઘણા ગ્રામીણ વિસ્તારોમાં ગુપ્ત રીતે બનાવવામાં આવે છે અને વેચાય છે. આ દારૂ ખૂબ જ સસ્તો હોય છે, જેના કારણે આર્થિક રીતે નબળા લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લીધા વિના તેનું સેવન કરે છે. તે દરેક રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે.
 
કેમ ખતરનાક હોય છે આ લઠ્ઠો ? 
 
ઝેરી દારૂ એટલે લઠ્ઠો અથવા કાચી દારૂ બનાવવાનો પ્રોસેસ ખૂબ ખતરનાક હોય છે અને આ પ્રોસેસ જ લોકોના મોતનુ કારણ બને છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોઈપણ ડિસ્ટ્રિલ પ્રોસેસ દ્વારા આલ્કોહોલ બનાવી શકતુ નથી. જ્યારે કે નોન ડિસ્ટ્રિલ આલ્કોહોલ જેવા કે બીયર, વાઈન વગેરેને લઈને જુદા નિયમ છે. પણ કાચી દારૂ નિર્માતા ખોટા અને ગેરકાયદેસર રીતે ડિસ્ટ્રિલ કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિલ કરવાનો પ્રોસેસ ખૂબ મુશ્કેલ હોય છે અને તેને એક્સપર્ટ જ કરી શકે છે. કારણ કે તેમા ખાસ રીતે વરાળને લિક્વિડમા કન્વર્ટ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં પહેલા મિથાઈલ નીકળે છે અને ત્યારબાદ ઈથાઈલ નીકળે છે. 
 
આવામાં આની માહિતી હોવી ખૂબ જરૂરી છે અને જાણ હોવી જોઈએ કે ઈથાઈલ વગેરેને કેવી રીતે જુદુ કરવાનુ છે અને કેવી રીતે આલ્કોહોલ બનાવવાનુ છે.  તેમા મિથાઈલને જુદુ કરવુ જરૂરી હોય છે. કારણ કે તે શરીર માટે ખૂબ નુકશાનદાયક  હોય છે. સામાન્ય રીતે ગોળ, પાણી, યૂરિયા વગેરે દ્વારા કાચી દારૂ બનાવવામાં આવે છે તેમા અનેક એવ્વા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. લાંબા સમય સુધી તેને સાચવી રાખવાથી તેમા અનેક પ્રકારના કીટાણુઓ પણ પડી જાય છે. જે ઝેરી દારૂ એટલે કે લઠ્ઠાનુ કારણ બને છે. સીધી ભાષામાં કહીએ તો તેમા મિથાઈલનુ ધ્યાન રાખવુ જરૂરી હોય છે કારણ કે આ શરીર માટે ખતરનાક હોય છે. 
 
જણાવી દઈએ કે ઓક્સિટોક્સિનનો ઉપયોગ તેને સડાવવા માટે કરવામાં આવે છે. તેમાં નૌસદાર, બેસરામબેલના પાન અને યુરિયા પણ ઉમેરવામાં આવે છે. તે શરીર માટે ખૂબ જ ખતરનાક છે. જ્યારે તેમાં યુરિયા, ઓક્સિટોક્સિન, બેસરામ્બેલના પાન વગેરે ઉમેરીને આથો લાવવામાં આવે છે ત્યારે આ રસાયણોના મિશ્રણને કારણે આલ્કોહોલ (ઇથિલ આલ્કોહોલ)ને બદલે મિથાઈલ આલ્કોહોલ બને છે. આ મિથાઈલ આલ્કોહોલ દારૂને ઝેરી બનાવવાનું કારણ છે.
 
શું તેમાં ઝેર ભેળવવામાં આવે છે ? 
એવું નથી કે તેમાં ઝેર ભેળવવામાં આવે છે, પરંતુ તે એક પ્રકારનો મિથાઈલ આલ્કોહોલ છે અને તે શરીરમાં જઈને ફોર્મલ્ડીહાઈડ અથવા ફોર્મિક એસિડ નામનું ઝેર બની જાય છે. તે પીનારાઓના મગજ પર સીધી અસર કરે છે. તેથી, તે એક રીતે ઝેર તરીકે કાર્ય કરે છે અને તેથી તેને ઝેરી દારૂ કહેવામાં આવે છે. મિથાઈલ આલ્કોહોલ શરીરમાં પ્રવેશતાની સાથે જ રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે. જેના કારણે શરીરના આંતરિક અંગો કામ કરવાનું બંધ કરી દે છે.
These 6 things should not be offered to Shivaji