શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (14:51 IST)

પત્રલેખન કેવી રીતે કરશો / પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.

પત્ર લેખન 
પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો. 
પત્રલેખન કેવી રીતે કરશો 
* પત્રલેખનના માળખામાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે 
1. પત્ર લખનારનું સરનામું અને તારીખ
2. સંબોધન 
3. પત્રનો હેતુ અને મુખ્ય વિગત અને 
4. વિદાયવચનો, પૂર્ણાહુતિ અને સહી 
 
* ઉપરોક્ત ચાર ઘટકોમાં પ્રથમ, પત્રની જમણી બાજુ મથાળે પત્ર લખના રે પોતાનું સરનામું તથા તારીખ લખવા, ત્યારબાદ સંબોધનમાં તારીખની નીચની 
 
લીટીમાં ડાબી બાજુ હાંસિયા પાસે, જેને પત્ર લખવાનો હોય તેથી સાથેના સંબંધ મુજબ સંબોધન કરવું. 
* યાદ રહે- વ્યવસાયિક કે ધંધાદારી પત્રો અને અરજીઓમાં, જેને ઉદ્દેશીને પત્ર લખવાનો હોય તેનું પૂરૂં સરનામું, સંબોધનનની ઉપર લખવાનું છે. 
યાદ રહે- પત્રની જમણી બાજુએ તમે લખેલી તારીખની નીચેની લીટીમાં સંબોધને લખવું જરૂરી છે. 
 
* સંબોધન પછી પત્રની વિગત, મુદ્દાઓ પ્રમાણે યોગ્ય ફકરાઓ પાડીને લખવાની રહે છે અને પત્રની વિગત પૂરી થાય પછી એ પછીની લીટીમાં, જમણી બાજુએ, 
 
પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટાચારસૂચક યોગ્ય વિદાયવચન લખીને નીચે સહી કરવાની રહે છે. 
 
* યાદ રહે- પરીક્ષામાં પત્રલેખનના પ્રાશ્નોત્તરમાં પત્ર લખનારાના કલ્પિર નામ સરનામા લખવા, તમારા પોતાના સાચાં નામ સરનામા લખવા નહિ, સામાન્ય રીતે પશ્નપત્રમાં પત્રલેખનનું નામ તથ સરનામું જો આપ્યું હોય તો પરીક્ષાર્થીએ એ જ સરનામું પ્રેષકના સ્થાને લખવું જોઈએ; પોતાનું નામ કે સરનામું નહિ. 
 
* પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવો અને પત્રમાં વધુ પડતી આલંકારિક ભાષાનો પ્રયોગ કરવો નહિ. જોડણીશુદ્ધિ જાળવવી અને જરૂરી હોય ત્યાં 
 
વિરામચિહ્નનોનો ઉપયોગ કરવો જોઈએ. 
 
* પત્રની મુખ્ય વિગત ભાવવાહી અને સ્પષ્ટ રીતે રજૂ કરવી. 
 
* ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહિ...
* વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ. પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ.