શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (17:34 IST)

ભાજપ યુવા મોરચા દ્વારા આજે સાંજે 256 સ્થળોએ મશાલ રેલી યોજાશે,આવતી કાલે 300 સ્થળ પર 30 હજાર યુવાનો રાષ્ટ્રગીત ગાશે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચા દ્વારા આઝાદીના સ્વતંત્રના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે. યુવા મોરચા દ્વારા 14મી ઓગસ્ટના રોજ આઝાદીની પુર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 256 થી વધારે સ્થળો પર મશાલ રેલીનું આયોજન હાથ ધરાશે. મશાલ યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો સાથે કોવિડના નિયમોના પાલન સાથે યાત્રા નીકાળવામાં આવશે.15મી ઓગસ્ટે આઝાદીના પર્વ નીમિત્તે ભારતીય જનતા પાર્ટીના તમામ યુવાનો પોતાના વિસ્તારમાં, મંડળમાં સાથે બેસી આદરણીય વડાપ્રધાન લાલ કિલ્લા પરથી કરનાર સંબોધનને સાંભળશે.
 
મેરેથોન દોડ અને સાયકલિંગના કાર્યક્રમનું આયોજન
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંત કોરાટે જણાવ્યું કે, 15મી ઓગસ્ટના દિવસને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવાશે.આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી યુવાનોમાં દેશભક્તિની પ્રેરણા મળે તે રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં 15મી ઑગસ્ટના રોજ યુવા મોરચા દ્વારા સવારે 7:50 કલાકે એક સાથે સામુહિક રાષ્ટ્રગાન કરવામાં આવશે. 300થી વધારે સ્થળો પર આ કાર્યક્રમ યોજાશે. જેમાં 30 હજારથી વધુ યુવાનો જોડાશે.  આઝાદીના અમૃત મહોતસ્વ ઉજવામાં આવશે આ કાર્યક્રમ 15 મી ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી યુવા મોરચાએ મેરેથોન દોડ અને સાયકલિંગના કાર્યક્રમનું આયોજન કર્યું છે. 
 
ગુજરાતમાં 1005 કીલોમીટરની યાત્રા યોજાશે
134 સ્થળો પર ગુજરાતના યુવાનો મેરેથોન દોડ અને સાયકલિંગ નું આયોજન કરશે. જેમાં 127 સ્થાન પર મેરેથોન દોડ થશે અને સાત સ્થળો પર સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં મેરેથોન દોડ 7500 મીટર સમગ્ર દેશમાં યોજાશે અને 1005 કીલોમીટરની યાત્રા ગુજરાતમાં યોજાશે. સમગ્ર રાષ્ટ્રમાં 75 સ્થાન આ કાર્યક્રમ જેમાં સમગ્ર રાષ્ટ્રમાં 5625 કિલોમીટરનો કાર્યક્રમ થવાનો છે.મેરેથોન દોડ અને સાયકલિંગ કાર્યક્રમ અંતર્ગત યુવા મોરચા દ્વારા ટી-શર્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.