શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 7 જુલાઈ 2016 (14:03 IST)

હા મે કહ્યુ હતુ કે દરેક મુસ્લિમે આતંકી હોવુ જોઈએ પણ... - જાકિર નાઈક

ઢાકા આતંકી હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓના જાકિર નાઈકથી પ્રભાવિત હોવાની વાત સામે આવ્યા પછી આ ઈસ્લામિક વિદ્વાને પોતાનો બચાવ કરતા કહ્યુ છે કે તેમની વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો અને તેમના અનેક વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી. 
 
જાકિરે કહ્યુ કે મે કહ્યુ હતુ કે દરેક મુસ્લિમે એક આતંકી હોવુ જોઈએ જેથી તે અસામાજિક તત્વોના મનમાં આતંક ભરી શકે.  મે હંમેશા કહ્યુ છે કે કોઈ પણ મુસ્લિમે માણસ મટે આતંક ઉભો ન કરવો જોઈએ. તેમણે કહ્યુ કે સિંગાપુરમા ઓસામા વિશે આપેલ નિવેદનમાં પણ છેડછાડ કરવામાં આવી છે. ઓસામા ન તો મારા મિત્ર છે ન તો દુશ્મન.  હુ તો તેન જાણતો પણ નથી.  મે ક્યારેય તેમને આતંકી પણ કહ્યુ નથી અને સંત પણ કહ્યુ નથી.  યૂ-ટ્યૂબ પર મારા આવા અનેક વીડિયો છે જે ડૉક્ટર્ડ છે. 
 
જાકિરે કહ્યુ કે જ્યારે મે જોયુ કે મારા ભાષણોની વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે તો મે આતંકવાદ અને ઈસ્લામને લઈને આવા વાક્યોનો ઉપયોગ બંધ કરી દીધો. તેમણે કહ્યુ કે મારા અનેક ફોલોઅર છે તેથી હુ લોકોને પ્રભાવિત કરુ છુ.  પણ આ કહેવુ મુર્ખતા હશે કે હું આતંકવાદને પ્રમોટ કરુ છુ. દુનિયાની કોઈપણ તપાસ એજંસીએ આવુ નથી જોયુ. 
 
જાકિર નાઈકે કહ્યુ કે ઈસ્લામના નામ પર એવા અનેક વક્તા છે જે લોકોને કહે છે કે ગૈર મુસ્લિમોને મારવાથી જન્નત મળશે. હુ કહુ છુ કે આ બધુ ખોટો છે.  જે નિર્દોષોને મારે છે તે નર્ક જશે.  જાકિર નાઈકે કહ્યુ કે ગૃહ મંત્રાલયનું સ્વાગત છે કે તેઓ મારા દરેક નિવેદનની તપાસ કરી લે.