સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (12:17 IST)

J&K: બસ ખીણમાં ખાબકતા 9 લોકોના મોત, 19 ઘાયલ,

થાત્રી ડોડા પાસે સર્જાયેલા એક કરૂણ માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત, 19 ઘાયલ,
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે સવારે થાથરીથી ડોડા જતી એક મિની બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
 
આ ઘટના ત્યારે બની જ્યારે બસ થાથરીથી ડોડા જઈ રહી હતી અને અચાનક સુઈ ગ્વારી નજીક થથરી-ડોડા રોડ પર ચેનાબ નદીની સાથે ઊંડી ખીણમાં ખાબકી.
 
હાલમાં ઘટના સ્થળે બચાવની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે. એડિશનલ એસપી ડોડાએ જણાવ્યું કે, હાલમાં રાહત બચાવ અભિયાન શરૂ છે.