શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 મે 2022 (15:40 IST)

દિવ્યાંગ ભિખારી પત્નીની તકલીફ જોઈ શક્યો નહી, 90 હજાર રૂપિયા કેશ આપીને ખરીદી ગાડી

A beggar, Santosh Kumar Sahu buys a moped motorcycle
ભલે પાસે કશુ ન હોય પણ પ્રેમ હોય તો પણ માણસ શ્રીમંત બની જાય છે. માણસ જ્યારે પ્રેમમાં હોય છે તો કશુ નથી જોતો. બસ પ્રેમ કરે છે અને તેને આ વાતની જાણ પણ નથી થતી તે એક સરસ સ્ટોરી બનાવી રહ્યો છે. આવી જ એક અનોખી પ્રેમવાળી સ્ટોરી મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી સામે આવી છે.  એક ભિખારી જે આ દિવસોમાં પોતાની પત્ની પ્રત્યેના પ્રેમને કારણે સમાચારમાં છે. છેવટે તેણે એવુ તો શું કર્યું? હા ભાઈ.... આ માણસની  ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે. ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો સંતોષ  પોતાની પત્નીની સમસ્યા જોઈ શક્યો નહી પછી શું? તેણે તેની પત્ની માટે મોપેડ ખરીદ્યું.
શું છે સ્ટોરી ? 
 
ખરેખર, સંતોષ સાહુ અને તેની પત્ની મુન્ની સાહુ અમરવાડાના રહેવાસી છે. સંતોષ વિકલાંગ છે. તેની પાસે ટ્રાઇસિકલ હતી.  તેના પર બેસીને તે અહીં-તહીં ભીખ માંગતો, તેનીપત્ની ધક્કો મારતી. ઘણી વખત એવું બન્યું કે ખરાબ રસ્તા ચઢવાને કારણે તેની પત્નીને ઘણી તકલીફ થાય. આ સમસ્યા  સંતોષ જોઈ શક્યો નહી. તેથી તેણે એક મોપેડ ખરીદીને તેની પત્નીને ભેટમાં આપી
 
બીમાર થઈ ગઈ હતી    
ઉલ્લેખનીય છે કે ગરમીમાં અનેકવાર તેની પત્ની આ મુશ્કેલી ભર્યા કામને કરતા-કરતા બીમાર પણ થઈ ગઈ. સંતોષે પોતાની પત્નીના ટ્રીટમેંટમાં ઘણા રૂપિયા ખર્ચ્યા. પછી એક દિવસ મુન્નીએ જ સંતોષને મોપેડ ખરીદવાની સલાહ આપી. પછી સંતોષે પણ વિચારી લીધુ કે તે પોતાની પત્નીને વધુ પરેશાની નહી થવા દે અને તેને માટે મોપેડ ખરીદશે. 
 
રોકડ ખરીદી લીધુ મોપેડ 
 
ઉલ્લેખનીય છે કે સંતોષે ત્યારથી એજ એક એક રૂપિયો જોડી રહ્યો હતો. તેણે 90 હજાર રૂપિયા જોડી લીધા અને પછી તેણે રોકડમાં જ મોપેડ ખરીદી. બંને પતિ-પત્ની ભીખ માંગતા અને આ જ રીતે તેઓ રોજ લગભગ 300થી 400 રૂપિયા કમાવી લેતા.  બંનેને બે ટાઈમનુ ભોજન પણ ખૂબ આરામથી મળી જતુ. હવે બંને મોપેડ દ્વારા ભીખ માંગવા નીકળે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા છિંદવાડામાંથી બાર કોડ દ્વારા પૈસા લેનારો ભીખારી પણ ચર્ચામાં આવ્યો હતો. પણ હવે સંતોષ અને મુન્નીની સ્ટોરીની ચર્ચા થઈ રહી છે.