શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (13:15 IST)

Live- મહંત નરેન્દ્રગિરિને આજે અપાશે સમાધિ:અંતિમ દર્શન માટે બાધંબરી ગદ્દી મઠમાં રાખવામાં આવશે પાર્થિવદેહ

પ્રયાગરાજમાં સોમવારે સાંજે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્રગિરિનું શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. તેમને આજે સમાધિ આપવામાં આવશે.
 
આ પહેલાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે બાધંબરી ગદ્દી મઠ ખાતે રાખવામાં આવશે. પંચ પરમેશ્વર પણ પહોંચશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ જવા રવાના થયા છે. તેઓ મહંત નરેન્દ્રગિરિની અંતિમ યાત્રામાં જોડાઈ શકે છે. ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય પણ અંતિમસંસ્કારમાં હાજરી આપશે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચ પરમેશ્વર મહંત નરેન્દ્રગિરિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેશે. હાલ તેમના મૃતદેહને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો છે.
 
અખાડા પરિસદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મૃત્યુ સંદર્ભે તેમના શિષ્ય આનંદ ગિરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં આનંદ ગિરીનું નામ છે. આનંદ ગિરિ પર તેમને પરેશાન કરવા માટે લખેલું છે. આનંદ ગિરી અને નરેન્દ્ર ગિરી વચ્ચે ગયા વર્ષે ઘણો વિવાદ થયો હતો. નરેન્દ્ર ગિરીએ આનંદ ગિરીને પણ મઠમાંથી બહાર કર્યા હતા. બાદમાં આનંદ ગિરીએ માફી માંગી અને સમાધાન થયું.

નરેન્દ્ર ગિરીની સ્યુસાઈડ નોટમાં આનંદ ગિરી વિશે ઘણી વાત લખવામાં આવી છે. આનંદ ગિરી પર પણ પરેશાન કરનારી બાબતો લખાઈ છે. આ સાથે જ આનંદ ગિરીએ મીડિયામાં કહ્યું કે આ આત્મહત્યા નથી પણ હત્યા છે. આનંદગીરીએ કહ્યું કે હું નાનપણથી જ તેમનો શિષ્ય રહ્યો છું. અમને લોકોથી અલગ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમનો મારી સાથે કોઈ વિવાદ નહોતો.


01:13 PM, 21st Sep
યોગીએ મહંત નરેન્દ્ર ગિરિને આપી શ્રદ્ધાંજલિ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રશાસનિક અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ તેમણે પ્રયાગરાજના બાધંબરી મઠ પહોંચીને મહંત નરેન્દ્ર ગિરિને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.