શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (10:14 IST)

Maharashtra : પુણેના યરવદા શાસ્ત્રી નગર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઢસડતા 7ના મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

મહારાષ્ટ્ર (Maharashtra) ના પુણે (Pune)ના યરવદા શાસ્ત્રી નગર  (Yerwada Shastri Nagar)વિસ્તારમાં ગુરૂવારે રાત્રે એક નિર્માણાધીન બિલ્ડિંગ ઢસડી પડી. આ દુર્ઘટનમાં ઓછામાં ઓછા 7 લોકોના અત્યાર સુધી મોત થઈ ચુક્યા છે અને 5 લોકો ઘાયલ છે. પોલીસના એક અધિકારીએ કહ્યુ કે કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવા માટે અગ્નિશમન દળ અને પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે ઘટના બિલ્ડિંગના બેસમેંટમાં થઈ. પોલીસ પ્રમુખ રોહીદાસ પવારે જણાવ્યુ કે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે જ્યારે કે 5 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યુ કે ઘટના એ સમયે થઈ જ્યારે મજૂર ત્યા કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 
આ પહેલા ગયા મહિનાની શરૂઆતમાં, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક બહુમાળી ઈમારત તૂટી પડતાં એક વરિષ્ઠ નાગરિક અને ત્રણ છોકરીઓ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બહેરામ નગરમાં બપોરે લગભગ 3.50 વાગ્યે ચાર માળની ઈમારત પડી ગઈ હતી. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.
 
ગયા મહિને, મધ્યપ્રદેશના ઈન્દોરના તેજાજી નગરમાં એક નિર્માણાધીન શાળાની છત તૂટી પડતાં 10 થી વધુ મજૂરો ઘાયલ થયા હતા. તે સમયે આ અકસ્માત થયો ત્યારે બાંધકામના સ્થળે 20 મજૂરો કામ કરી રહ્યા હતા. અહીં શટરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બાંધકામ હેઠળની શાળાની આ છત તૂટી પડી હતી. અચાનક શટરિંગનો એક છેડો ખૂલી ગયો અને છત નીચે પડવા લાગી. જેમાં અહીં કામ કરતા મજૂરો તેની નીચે દબાઈ ગયા હતા.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.