શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (08:28 IST)

Petrol Diesal Price- પેટ્રોલ-ડીઝલ 100ને પાર

petrol
દેશમાં મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો CNG તરફ વળ્યા. પરંતુ હવે CNG પણ સસ્તુ રહ્યું નથી. 9 મહિના પહેલા CNGનો ભાવ પ્રતિકિલો 56-57 રૂપિયા હતો. જે હાલ 82 રૂપિયા પહોંચી ચૂક્યો છે. એપ્રિલના પ્રથમ દિવસે જ 5 રૂપિયાનો વધારો અને એ બાદ ભાવ વધારો જારી છે. CNGમાં ભાવ વધારાની સૌથી વધુ અસર રીક્ષા ચાલકો અને કાર ચાલકો પર જોવા મળી છે. ભવિષ્યમાં પણ ભાવ વધારો જારી રહે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
 
અગાઉ જયારે પેટ્રોલ-ડીઝલનાં ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા હતા ત્યારે લોકોનો ઝુકાવ સીએનજી તરફ વધતો જોવા મળ્યો હતો. સસ્તા ઇંધણ સીએનજી માં આકર્ષણ વધતા સીએનજી કાર ના વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જોકે સસ્તું ઈંધણ હવે સસ્તું નથી રહ્યું અને દિનપ્રતિદિન મોંઘુ બનતું જઈ રહ્યું છે