સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (14:31 IST)

Tsunami Warning: એશિયાઈ દેશ તિમોરમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ, હવે હિંદ મહાસાગરમાં સુનામીને લઈને એલર્ટ

tsunami
દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈસ્ટ તિમોરમાં શુક્રવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. અહી 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ મોસમ વૈજ્ઞાનિકોએ હિન્દ મહાસાગરમાં સુનામીની ચેતાવણી રજુ કરી છે. યૂએસ જિયોલોજિકલ સર્વેની રિપોર્ટ મુજબ શુક્રવારે સવારે ભૂકંપને કારણે હિન્દ મહાસાગરમાં સુનામી આવી શકે છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે ભૂકંપ હિન્દ મહાસાગરમાં સુનામી પેદા કરવામાં સક્ષમ થઈ શકે છે. 
 
અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ તિમોર ટાપુની પૂર્વ બાજુએ 51.4 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ગયા મહિને ઇન્ડોનેશિયામાં પણ આવો જ ભૂકંપ આવ્યો હતો. તીવ્રતા 6.0 માપવામાં આવી હતી.
 
રિંગ ઓફ ફાયર પૂર્વ તિમોરમાં સ્થિત છે
પૂર્વ તિમોર પ્રશાંત મહાસાગરના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સ્થિત છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે. ફેબ્રુઆરીમાં ઉત્તર સુમાત્રામાં આવેલા ભૂકંપમાં અનેક લોકો માર્યા ગયા હતા. રિંગ ઓફ ફાયર એ સ્થાન છે જ્યાં ભૂકંપ સંબંધિત વિશેષ પ્રવૃત્તિઓ થતી રહે છે.