Video: બિહારમાં મોબાઈલ ચોરને મળી એવી સજા કે જોઈને તમે પણ કાંપી જશો, ટ્રેનની બારીમાંથી જીવ બચાવવાની માંગી રહ્યો હતો ભીખ
રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. ચાલતી ટ્રેનની બારીમાથી અને દરવાજા પર ફોન પર વાત કરતા મુસાફરોને ચોર અવારનવાર પોતાનુ નિશાન બનાવે છે. થોડીક જ લાપરવાહી થઈ કે મહેનતની કમાણીથી ખરીદેલો ફોન થયો ગાયબ. તેમની ગેંગ ખૂબ મોટી છે કે મુસાફરો સતર્ક પણ રહે તો એક બીજાના માઘ્યમથી તે ચૂનો લગાવી જ દે છે. બિહારમાં આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યારે ચોરોને પકડીને માર મારવામાં આવ્યો હતો. બેગુસરાયમાં મોબાઈલ ચોરને એવી સજા આપવામાં આવી કે જોઈને તમે પણ કાંપી જશો. આરોપીને મુસાફરોએ રંગે હાથે પકડીને ચાલતી ટ્રેનની બારીમાંથી લટકાવી દીધો હતો. ચોર લગભગ 15 કિલોમીટર સુધી જીવની ભીખ માંગતો રહ્યો. બાદમાં આરોપીને જીઆરપીને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે. મોબાઈલ ચોર પંકજ કુમાર છે, જે સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ટોલ નિવાસી છે.
ચાલુ ટ્રેનમાં બારી પાસે બેસેલા મુસાફરના ફોન પર માર્યો ઝાપટો
કહેવાય છે કે મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે સમસ્તીપુર-કટિહાર પેસેન્જર ટ્રેન સાહેબપુર કમલ-ઉમેશનગર વચ્ચેથી પસાર થઈ રહી હતી. ટ્રેનની બારી પાસે બેઠેલો એક મુસાફર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. જેવી ટ્રેન આગળ વધવા લાગી કે ચોરે પેસેન્જરના ફોન પર ઝાપટો માર્યો. સતર્કતા બતાવતા મુસાફરે મોબાઈલ ચોરનો હાથ પકડી લીધો. ત્યારબાદ ચોરને સાહેબપુર કમાલથી ખાગરિયા સુધી ટ્રેનની બારીમાં લટકાવીને લઈ જવામાં આવ્યો હતો. બંને હાથની મદદથી ચોર લગભગ 15 કિલોમીટર સુધી ટ્રેનની બારી પર લટકતો રહ્યો. આ દરમિયાન તે પોતાના જીવનની ભીખ માંગતો રહ્યો. અંતે, સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના નયા ટોલના રહેવાસી ચોર પંકજ કુમારને ખાગરિયામાં જીઆરપીને સોંપવામાં આવ્યો હતો