ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , મંગળવાર, 18 ઑગસ્ટ 2009 (17:06 IST)

શાહરૂખે કહ્યું - ' આ પબ્લિસિટી સ્ટંટ નથી'

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખે કહ્યું છે કે, અમેરિકામાં તેમની સાથે કરવામાં આવેલી પુછપરછને તે વધુ મહત્વ આપી રહ્યાં નથી ન તો આ તેમનો પબ્લિસિટી સ્ટંટ છે, જેવું અમુક લોકો કહીં રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે શાહરૂખ ખાને મુંબઈ પહોંચવાના થોડા સમય પહેલા જ સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમ સિંહ અને અમર સિંહે કહ્યું હતું કે, શાહરૂખ પોતાની નવી ફિલ્મ 'માઈ નેમ ઈઝ ખાન' ની પબ્લિસિટી માટે આ વાતને મુદ્દો બનાવી રહ્યાં છે.

અમેરિકાથી પરત ફર્યા બાદ મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં શાહરૂખ ખાને મીડિયાને અપીલ કરી કે, તે આ વિવાદને વધુ પ્રાધાન્ય ન આપે. જો કે, શાહરૂખે કહ્યું કે, તેને નેવોર્ક એરપોર્ટ પર જે પ્રશ્નો પુછવામાં આવ્યાં તે ઘણા વિચિત્ર હતાં. તેમણે કહ્યું કે, સુરક્ષાની દૃષ્ટિએ પ્રશ્ન-જવાબ કરવામાં આવ્યાં તેમાં કઈ પણ ખોટું નથી, પરંતુ જે પ્રકારના પ્રશ્નો મને પુછવામાં આવ્યાં તે ઘણા વિચિત્ર હતાં.